ઇસરોએ સફળતાપૂર્વક : PSLVC46 થી રિસેટ 2B ને કર્યુ લોન્ચ

0
7

ચેન્નાઇ,તા.૨૨
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ISRO) બુધવારે રિસેટ-2B ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કરી ફરી એકવાર ઈતિહાસ રચી દીધો છે. તમિલનાડુના શ્રીહરીકોટાથી રિસેટ- 2B ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આ પ્રક્ષેપણ પીએસએલવી-સી૪૬થી કરવામાં આવ્યું. આ પ્રક્ષેપણ એ કારણે મહત્વપૂર્ણ છે કારણ કે તે રિસેટ સેટેલાઇટનો ચોથો ઉપગ્રહ છે. તેની મદદથી દુશ્મનો પર નજર રાખવી અને ડિઝાસ્ટરના સમયે સાચી જાણકારી એકત્ર કરવી સરળ થઈ જશે. રિસેટની સેવાને ધ્યાનમાં રાખતા ૩૦૦ કિલોગ્રામનો રિસેટ-2B સેટેલાઇટની સાથે સિન્થેટિક અપર્ચર રડાર (SAR) ઇમેજરને પણ મોકલવામાં આવ્યું છે.
ISROર્ના જણાવ્યા મુજબ, વાદળ હોવાના કારણે રેગ્યુલર રિમોટ સેન્સિંગ કે ઓપ્તિકલ ઈમેજિંગ સેટેલાઇટ ધરતી પર થઈ રહેલી નાની ગતિવિધિઓની યોગ્યસ્થિતિ નથી જોઈ શકતા. સિન્થેટિક અપર્ચર રડાર (SAR)આ ખામીને દૂર કરશે. તેની મદદથી ઘેરા વાદળ છવાયેલાં હોય કે જોરદાર વરસાદ પડી રહ્યો હોય કે પછી રાતનું અંધારું હોય, તે સાચી તસવીર જાહેર કરશે. તેનાથી ડિઝાસ્ટરના સમયે રાહત પહોંચાડવી અને સુરક્ષાદળોને દુશ્મનોના ઠેકાણાઓની સાચી જાણકારી મેળવવામાં સરળતા રહેશે.
મળતી માહિતી મુજબ,ISRO પોતાના નવા ઉપગ્રહને ૫૫૫ કિલોમીટરની ઊંચાઈ પર સ્થાપિત કરશે. સીસેટ-૨ના લગભગ સાત વર્ષ બાદ ભારતીય-રડાર ઇમેજિંગ ઉપગ્રહોની સીરીઝમાં રીસેટ-2B નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
ISRO આવનારા સમયમાં ઓછામાં ઓછા ૬ સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. તેમાં રિસેટ-2BR1, રિસેટ-2BR2, રિસેટ-1A, રિસેટ-1B, રિસેટ-2A મુખ્ય છે. તેમાંથી મોટાભાગના સેટેલાઇટ દુશ્મન દેશોની ગતિવિધિ પર નજર રાખી શકશે અને તસવીરોના માધ્યમથી સેનાને સાચી માહિતી પૂરી પાડવામાં મદદરૂપ સાબિત થશે.
રીસેટ સીરીઝનો અગાઉનો સેટેલાઇટ ૨૦૧૬માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇકમાં કામ આવ્યો હતો. આ ઉપરાંત આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇકમાં પણ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ સેટેલાઇટના કારણે ભારતની ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ સુધાર થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY