એપોલો હોસ્પિટલ દ્વારા જયલલિતાની સારવાર યોગ્ય રીતે નહોતી થઈ

0
13

જયલલિતાના મોતની તપાસ કરી રહેલી પેનલના વકીલનો આરોપ
ચેન્નાઈ,તા.૩૦
તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મોતની તપાસ કરી રહેલી પેનલના વકીલ મહોમ્મદ ઝફરુલ્લાહે તામિલનાડુના હેલ્થ સેક્રેટરી અને એપોલો હોસ્પિટલ પર જયલલિતાની સારવાર યોગ્ય રીતે નહી કરવાનો અને તેમની સારવારમાં ષડયંત્ર રચવાનો આરોપ મુક્યો છે.
તેની સાથે સાથે વકીલ મહોમ્મહ ઝફરુલ્લાહે પૂર્વ સેક્રેટરી રામા મોહન રાવ પર જાણી જાઈને ખોટા પૂરાવા રજુ કરવાનો પણ આરોપ મુક્યો છે.
વકીલે કાર્ડિઓથોરેસિક સર્જનના નિવેદનની એક લાઈનના આધારે આ તારણ કાઢ્યુ છે.જાકે ડોક્ટરે આ વાક્ય પર વાંધો ઉઠાવ્યો છે કે તેને ખોટી રીતે ટાંકવામાં આવ્યુ છે.એપોલો હોસ્પિટલે પોતાના પરના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY