ખાણમાં ફસાયેલા મજૂરોના પરિવારજનોની આજીજી, કમસેકમ મૃતદેહ તો પાછા લઈ આપો

0
11

શિલોંગ,તા.૩૦
મેઘાલયની કોલસા ખાણમાં ફસાયેલા ૧૫ કામદારોને બહાર કાઢવાના ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી રહી છે. ખાણમાં પાણીનુ લેવલ ઓછુ નહી થઈ રહ્યું હોવાથી ભારતીય નેવીના ડાઈવર્સ, ઓરિસ્સા ફાયર બ્રિગેડના બચાવ કર્મીઓ પણ ખાણમાં પ્રવેશ કરવામાં સફળ થયા નથી.
પાણી ઓછુ કરવા માટે હાઈપાવર પંપ લગાવાયા છે પણ પાણીનુ સ્તર ઓછુ થતા સમય લાગશે.દરમિયાન એનડીઆરએફ અને નૌસેનાની ટીમે ખાણામાં ઉતરીને પાણીની સપાટી કેટલી છે તેનો અંદાજ મળવ્યો હતો.
ખાણીની ઉંડાઈ ૩૭૦ ફૂટ જેટલી છે.જેમાથી પાણી નીકાળવાનુ કામ હજી શરુ થયુ નથી.આ માટે બીજા ૧૦ શક્તિશાળી પંપ મંગાવાયા છે.જાકે તેમાં ફસાયેલા મજૂરોના હવે જીવતા બહાર નીકળવાની શક્યતા રહી નથી તેવુ આ દુર્ઘટનામાં બચી ગયેલા એક શ્રમજીવીનુ કહેવુ છે.
તેમના પરિવારજનોએ સરકારને અપીલ કરી છે કે જીવતા નહી તો કમસેકમ તેમના મૃતદેહ તો ખાણમાંથી બહાર કાઢવામાં આવે.જેથી તેમના અંતિમ સંસ્કાર થઈ શકે.
ઉલ્લેખનીય છે કે ૧૩ ડિસેમ્બરે આ ખાણમાં નજીકની લિતેન નદીનુ પાણી ઘુસી ગયુ હતુ.જેના કારણે તેમાં કામ કરતા ૧૫ શ્રમજીવીઓ ફસાઈ ગયા હતા અને એક વ્યક્તિ ગમે તેમ કરીને બહાર નીકળી આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY