ચેન્નાઇમાં હોસ્પિટલ સામે પાર્કિંગ એરિયામાં આગ : ૨૦૦થી વધુ કાર સળગીને ખાખ

0
6

ચેન્નાઇ,તા.૨૫
ચેન્નાઈના પોરૂર વિસ્તારમાં એક હોસ્પિટલ સામે સ્થિત પ્રાઈવેટ પાર્કિંગ સ્થળમાં આગ લાગવાથી ૨૦૦થી વધારે વાહન સળગીને રાખ થઈ ગયા છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, બપોરે લગભગ બે કલાકે આગ લાગવાની સૂચના મળી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ૮ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી, પરંતુ આગ પર કાબુ ન મેળવી શકાયો.
મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, આગમાં ૨૧૪ જેટલી કાર પૂરી રીતે સળગી ગઈ છે. પ્રારંભિક તપાસ મુજબ, સુકા ઘાસમાં આગ લાગવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. જોકે, આગ લાગવાના વાસ્તવિક કારણ હજુ સુધી જાણી નથી શકાયું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ પાર્કિંગ સ્થળ પર ૨૫૦થી વધારે કાર પાર્ક કરવામાં આવી હતી, જેમાં ૨૧૪ કાર પૂરી રીતે સળગી ગઈ છે.
આ પહેલા કર્ણાટક સ્થિત બેગલુરૂમાં ચાલી રહેલા Aero India ૨૦૧૯ દરમ્યાન પા‹કગ એરિયામાં આગ લાગવાના કારણે ૮૦-૧૦૦ ગાડીઓ ખાક થઈ ગઈ હતી. અહીં પણ પ્રારંભીક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પા‹કગ એરિયામાં રહેલા ઘાસના કારણે આગ લાગી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY