ચેન્નાઇ,તા.૧૬
લોકસભાની ચૂંટણીઓની તારીખોની જાહેરાતથી તમામ રાજકીય પક્ષોએ તેમની તૈયારીને તીવ્ર બનાવી છે. આ રીતે જ તમિલનાડુના વિરૂધૂનગર જિલ્લાના શ્રીવિલ્લીપુથુર મંદિરમાં બનાવેલી કમળનાં ફૂલની રંગોળીને ભારતના ચૂંટણી પંચ દ્વારા ભૂંસી નાખવામાં આવી છે. કારણ કે કમળનું ફૂલ એ ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પ્રતીક છે.
એવામાં માનવામા આવી રહ્યુ છે કે આ રંગોળી એ આચાર સંહિતાનું ઉલ્લઘંન છે. અને આખી રંગોળીને સફેદ પટ્ટાથી ઢાંકી દીધી છે. તો વળી સામે મંદિરે પ્રશાસનની આકરી ટિપ્પણી કરી છે.
ચૂંટણીની આચાર સંહિતા મુજબ ચૂંટણી પ્રચાર માટે કોઈ મંદિર અથવા ધાર્મિક સ્થળનો ઉપયોગ કરવો જાઇએ નહીં. તે જ સમયે હિન્દુ સંગઠનોએ તેની નિંદા કરી અને કહ્યુ કે કમળ ભગવાન લક્ષ્મીનું બેઠક સ્થાન પણ છે. જિલ્લાના અધિકારીઓએ આ બાબતની તપાસ કરવાનું કહ્યુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



