ચેન્નાઈ,તા.૭
ચેન્નાઈમાં એક તમિલ ફિલ્મ નિર્માતાએ પોતાની પત્નીના હત્યા કરી અને તેની લાશના ટુકડા કરી કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. હત્યાના બે અઠવાડીયા બાદ પોલીસે લાશના ટુકાડમાંથી પગના ટેટુના નિશાનના આધારે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
પોલીસે જણાવ્યા મુજબ, ફિલ્મમેકર બાલકૃષ્ણનું લગ્ન સંધ્યા સાથે વર્ષ ૨૦૦૦માં થયું હતું. સંધ્યાએ પણ ફિલ્મમાં અભિનય ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું અને પતિ બાલકૃષ્ણએ જ તેની એક ફિલ્મ તૈયાર કરી હતી. જાકે, બંને દંપતિ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હતા. બાલકૃષ્ણએ પત્નીના અનૈતિક સંબંધો હોવાની શંકાએ તેની હત્યા કરી નાંખી હતી. પત્નીની હત્યા કરી બાલકૃષ્ણએ તેની ધડ વગરની લાશના ટુકડા કરી નાંખ્યા હતા.
આ સનસનાટીભર્યા કેસને ઉકેલવામાં પોલીસને ટેટુથી મદદ મળી હતી. સંધ્યાએ પગમાં બે ટેટુ ચિતરાવ્યા હતા. સંધ્યાના પગમાં શિવ પાર્વતી અને ડ્રેગનના ટેટુ હોવાથી પોલીસે આ પ્રકારના ટેટુ કોણે ચિતરાવ્યા છે, તેની તપાસ હાથધરી હતી.ટેટુના આધારે સંધ્યાના માતાએ પોલીસને જણાવ્યું હતું કે તેમની દીકરી સાથે સંપર્ક નથી થઈ રહ્યો અને તેના પગમાં આ પ્રકારના ટેટુ હતા. આ નાનકડી કડીના આધારે પોલીસે બાલકૃષ્ણની આકરી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે પત્નીની હત્યા કર્યાનું કબુલ કર્યુ હતું.
આ ઘટનાક્રમ પર પોલીસે વધુમાં જણાવ્યું હતું કે બાલકૃષ્ણ અવારનવાર પત્નીના પરિવારજનો પાસેથી પૈસાની માંગણી કરતો હતો અને પૈસા નહીં મળવાના લીધે હેરાન કરતો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





