મુંબઈ,તા.૭
જૂહુ પોલીસે ૨૦ વર્ષના એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક બોલીવૂડના ખેલાડી અક્ષય કુમારના ઘરમાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યુવકે પોતાને અક્ષય કુમારનો મોટો ફેન ગણાવ્યો હતો તેમજ તે હરિયાણાના સોનેપતના દતૌલીનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
અંકિત ગોસ્વામી નામનો યુવક હરિયાણાથી મુંબઈ ખાસ અક્ષય કુમારને મળવા આવ્યો હતો. જા કે તેને અભિનેતાના ઘર બહાર રહેલા સુરક્ષા ગાર્ડે પ્રવેશવા દીધો ન હતો. ત્યારબાદ ગોસ્વામી ઘરની બહારની બાઉન્ડ્રીવોલને કૂદી ઘરમાં પ્રવેશ્યો હતો. રાત્રે ૧.૩૦ વાગ્યે તે દિવાલ ચઢીને અક્ષય કુમારના ઘરની અંદર પ્રવેશ્યો હતો. આ ઘટનાને ઘરના સુરક્ષા ગાર્ડે જાઈ અને તેણે અંકિત ગોસ્વામીને પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો.
અંકિતે જણાવ્યું કે તેને અક્ષય કુમારના ઘરનું સરનામું ગૂગલ પરથી મળ્યું હતું. જૂહુ પોલીસે આ યુવકની ધરપકડ કરી હોવાનું નાયબ પોલીસ કમિશ્નર પરમજીત સિંહ દહિયાએ જણાવ્યું હતું.
‘અમે પૂછપરછ કરતા યુવકે પોતે અક્ષયનો પ્રશંસક હોવાનું જણાવ્યું હતું. તે બોલીવૂડમાં કામ કરવા માંગે છે,’ તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. જા કે ઘરમાં બળપૂર્વક પ્રવેશવા પાછળ તેનો કોઈ બદઈરાદો હોય તેવું જણાય નથી તેમ પોલીસ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



