છોટા ઉદેપુરની સિવિલ હોસ્પટલ ભગવાન ભરોસે, દર્દીઓ કરતા પશુઓની સંખ્યા વધારે

0
63

છોટા ઉદેપુર,
તા.૨૧/૪/૨૦૧૮

રાજ્ય સરકાર બાળકોથી માંડીને વયોવૃદ્ધના સ્વાસ્થ્યની સંભાળ માટે ભલે વિવિધ સુવિધાઓ હોવાનો દાવો કરે. જા કે, આદિવાસી પંથક છોટા ઉદેપુરમાં તો હોસ્પટલ ભગવાન ભરોસે ચાલતી હોય તેમ જાવા મળે છે. શું છે છોટા ઉદેપુરના જનરલ હોસ્પટલની સ્થિતિ જાઈએ આ અહેવાલ.

ક્્યાંક ગાય માતા, તો ક્્યાંક વાછરડા સહિત ગાયનો આખો પરિવાર. આ દ્રસ્યો કોઈ ગોચરના નહી. પરંતુ છોટાઉદેપુરની જનરલ હોસ્પટલના છે. આપ પણ જા ભુલે ચુકે આ હોસ્પટલની મુલાકાત લેશો તો દર્દીઓ કરતા નિર્દોષ પશુઓ વધુ જાવા મળશે. અને વાત અહી પુરી થતી નથી. અહીં નિષ્ણાંત તબીબોનો અભાવ હોવાનો પણ આક્ષેપ લાગતો રહ્યો છે.

૧૫૦ બેડની વ્યવસ્થા ધરાવતી જનરલ હોસ્પટલમાં સેન્ટ્રલ ઓક્ઝજન વિનાનું આઈસીયુ પણ નથી. ત્યારે આઈસીયુ ઓન વ્હીલની તો કલ્પના જ ક્્યાં કરવી. અપૂરતા નિષ્ણાંત તબીબોના અભાવે ફરજ પરના મેડિકલ ઓફિસર જ દર્દીને પ્રાથમિક સારવાર આપી વડોદરા અથવા ખાનગી હોસ્પટલ રીફર કરે છે.

છોટાઉદેપુર જિલ્લો અગાઉથી જ કુષોષણની ગંભીર સમસ્યા ધરાવે છે. ત્યારે આ હોસ્પટલમાં એનઆરસી સેન્ટર છે. પણ બાળરોગ નિષ્ણાંત તબીબ નથી. તો સગર્ભા મહિલાઓને પણ પ્રસુતિ માટે ખાનગી દવાખાના પર આધાર રાખવો પડે છે. આદિવાસીઓના ઉત્થાન માટે સરકાર ચિંરજીવી યોજના, જનની સુરક્ષા યોજના છે. પંરતુ આ હોસ્પટલમાં આ સેવાઓ સુચારુ રૂપે શરૂ થાય તે જરૂરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY