કેશોદ,
તા.૨૧/૪/૨૦૧૮
કેશોદના ભાટ સિમરોલી ગામે લગ્નપ્રસંગના જમણવાર બાદ ૮૦થી વધુ મહેમાનો ફૂડ પોઇઝનિંગનો ભોગ બન્યા હતા. દિકરીની જાનના જમણવારમાં શિખંડ પીરસાયો હતો. આ શીખંડ આરોગ્યા બાદ મહેમાનોને ઝાડા ઉલટી શરૂ થઇ ગયા હતા.
ધીરે ધીરે એક પછી એક એમ ૮૦થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થઇ હતી. ફૂડ પોઇઝનિંગનો ભોગ બનેલા લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઇ હતી. જ્યારે કે એમ બાળકીની તબિયત વધુ લથડતા તેને કેશોદ ખસેડવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








