છોટાઉદેપુર,તા.૧૭
છોટાઉદેપુરના પાવીવજેતપુરના ઝરી ગામમાં અરેરાટી ફેલાઈ જાય તેવી ઘટના બની હતી. મધ્ય રાત્રિએ અંદાજે ૨.૩૦ કલાકની આસપાસ દીપડો આવી ચઢ્યો હતો. પહેલા તે નાનાભાઈ રાઠવાના નામના શખ્સના ઘરમાં બાંધેલ બકરીને પકડીને લઈ ગયો હતો. પરંતુ બકરીના અવાજને કારણે પરિવાર જાગી ગયો હતો, અને દીપડો બકરી છોડીને ભાગી ગયો તો. આમ, દીપડાનો શિકારનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. તેથી તેણે રાઠવા પરિવારથી એક કિલોમીટરના દૂરના અંતરે તેમના જ ઘરમાં શિકાર કર્યો હતો. તેમનુ ૯ મહિનાનુ બાળક ઘર આંગણામાં પરિવારના અન્ય સદસ્યો સાથે સૂઈ રહ્યું હતું, તેથી દીપડો તેને ગળેથી પકડીને લઈ ગયો હતો.
આ જાણ થતા જ પરિવારે દોડાદોડ કરી હતી. દીપડો બાળકને લઈને જંગલમાં નાસી છૂટ્યો હતો. ત્યારે ગ્રામજનોએ બાળકની શોધખોળ શરૂ કરી હતી. પણ સવારે ૭ વાગ્યાના અરસામાં કાંટાળી ઝાડી વચ્ચે બાળકનો ફાડી ખાધેલ મૃતદેહ મળી આવ્યો હતો. આમ, સમગ્ર ગામમાં આ બનાવને કારણે અરેરાટી તથા દીપડાને કારણે ભયનો માહોલ જાવા મળ્યો હતો.
પાવીજેતપુરના ઝરી ગામની ઘટના બાદ વન વિભાગની ટીમે દિપડાની ભાળ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગે જ્યાંથી બાળકનો મૃતદેહ મળ્યો ત્યાં પાંજરું મૂકતા દીપડો આખરે પાંજરે પૂરાયો હતો. જાકે, બાળકના ભક્ષી આ દીપડાને જાવા ગામ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





