વડોદરા મનપાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો ૪૪૭૮ મતથી વિજય

0
63

વડોદરા,તા.૧૦
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૧૧ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શંકુતલાબહેન સોલંકીનો ૪૪૭૮ મતોથી વિજય થયો છે. શિક્ષિત અને અશિક્ષિત ઉમેદવારો વચ્ચેના જંગમાં કોંગ્રેસના શિક્ષિત ઉમેદવાર શ્વેતા મહેતાનો કારમો પરાજય થયો છે. પેટાચૂંટણીમાં ભાજપાના ઉમેદવારનો વિજય થતાં ભાજપા દ્વારા ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૧૧ના ભાજપાના કાઉન્સિલર મમતાબહેન કાળેનું અવસાન થતા ખાલી પડેલી આ બેઠક માટે ગત ૮ જુલાઇના રોજ પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ૧૬૫૯૬ મતદારોએ મતદાન કર્યું હતું. ત્યારબાદ આજે પોલિટેકનિક કોલેજ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે ૮ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતદાનની શરૂઆતમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં થોડા સમય માટે મતગણતરી અટવાઇ ગઇ હતી. ભાજપાના ઉમેદવારે પ્રથમ રાઉન્ડથી જ પોતાના હરીફ ઉમેદવારથી ૫૦૦ જેટલા મતોથી લીડ કરવાનું શરૂઆત કરી દીધી હતી. જે મતગણતરીના ૭માં રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર લીડ કાપી શક્યા ન હતા. જેમાં ભાજપાના ઉમેદવાર શકુંતલાબહેન સોલંકીને ૧૦,૪૧૦ અને કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા મહેતાને ૫૯૩૨ મત મળ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૧૧ની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થતાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે શહેર કોંગ્રેસ સમિતીના તમામ ૧૮૦ જેટલા હોદ્દેદારોને તેઓના હોદ્દા ઉપરથી દૂર કરી દેતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. આ નિર્ણય અંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, હોદ્દેદારો હોદ્દા લઇને ઘરે બેસી રહેતા હોવાથી આ આકરો નિર્ણય લેવાની ફરજ પડી છે. અલબત્ત કોર્પોરેશનના વિપક્ષી નેતા અંગે પણ પ્રદેશમાં ધ્યાન દોરવામાં આવશે.
ભાજપાના ઉમેદવારનો વિજય નિશ્ચીત થઇ જતાં ભાજપા કાર્યકરો દ્વારા પોલિટેકનિક કોલેજ બહાર આતશબાજી કરીને વિજયોત્સવ મનાવવાનું શરૂ કરી દીધું હતું. તો બીજી બાજુ કોંગ્રેસ કાર્યકરોમાં નિરાશા છવાઇ ગઇ હતી. કોંગ્રેસ અગ્રણીઓ પણ મતદાન મથક છોડીને રવાના થવાના થઇ ગયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY