UNO,તા.૨૯
સિરિયામાં ૨૦૧૩થી આરંભેલા લોહિયાળ સશસ્ત્ર ઘર્ષણના ખપ્પરમાં ૭૦૦૦ કરતાં વધારે બાળકો હોમાયા છે કે ઘાયલ છે, એમ UNOએ આ ભયંકર બાબતની ગંભીરતા ચકાસ્યા બાદ જણાવ્યું હતું. જ્યારે બિનસત્તાવાર અને યથાર્થતા ચકાસ્યા વગર આવેલા અહેવાલ મુજબ સિરિયા સંઘર્ષમાં ૨૦,૦૦૦ કરતાં વધારે બાળકો પર માઠી અસર પડી છે.
સિરિયા ઘર્ષણમાં બાળકો માટેના ખાસ પ્રતિનિધિ વર્જિનિયા ગામ્બાએ સુરક્ષા પરિષદને કહ્યું કે ૨૦૧૮ના આરંભથી જ સિરિયામાં બાળકો વિરુદ્ધના ઉલ્લંઘનનો આંકડો ૧૨૦૦ કરતાં વધારે હતો. તેમાં ૬૦૦ બાળકોને કાં તો મોતને ઘાટ ઊતારાય છે અથવા અંગઉપાંગ કાપી નાખીને અપંગ બનાવવામાં આવ્યા છે. ૧૮૦ કરતાં વધારેનો સરકારી દળો કે સશસ્ત્ર જૂથો દ્વારા વપરાશ માટે જ ભરતી કરાયા હતા.
આટલા વર્ષોમાં બાળકો કે તેમના કુટુંબો પર ગુજારવામાં આવેલા અત્યાચારની વેદનાનો હજી ય અંત નથી આવ્યો કારણ કે લોહિયાળ ઘર્ષણ ચાલુ જ છે.
વર્ષ ૨૦૧૭ના આરંભના ચાર માસમાં બાળકોને મોતને ઘાટ ઊતારવા તથા પંગુ બનાવવાની ઘટનામાં ૩૪૮ ટકાનો વધારો થયો છે. લશ્કરમાં બાળકોના ઉપયોગ અને ભરતીમાં પચીસ ટકાનો વધારો થયો છે. તેમના બાળ હકોના ભંગમાં પણ ૧૦૯ ટકાનો વધારો થયો છે.
નાગરિકોની વસાહતો અને માળખાકીય સવલતો પર થતા હુમલા, આંતરરાષ્ટ્રીય કાનૂનો અંતર્ગત નિષિદ્ધ હથિયારોનો વપરાશ વગેરેની બાળકો પર ગંભીર અસર પડે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




