ચીખલી-ગણદેવીમાંથી પસાર થતી કેનાલના આધુનિકરણનાં કરોડોના કામમાં વેઠ ઉતારાયા નો આક્ષેપ.

0
133

ચીખલી તથા ગણદેવી તાલુકામાંથી પસાર થતી ગણદેવી ડિસ્ટ્રી નહેરનાં કામ માટે સરકાર દ્વારા ૧૧.૮૪ કરોડ ની માતબર રકમથી નહેરને તૈયાર કરવામાં આવી છે. ખેડૂતોને નવી તૈયાર કરેલ કેનાલોમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે પરંતુ યોગ્ય કામ ન કરાતા પહેલા પાણીના રોટેશનમાં જ આ કેનાલોની અવદશા જોવા મળી રહી છે. નવસારી જિલ્લાના ચીખલી તથા ગણદેવી તાલુકાને જોડતી ગણદેવી ડિસ્ટ્રી નહેરનું કામ પુરજોશમાં કરવામાં આવ્યું હતું. અને આ કામ બરોડાની એક એજન્સી દ્વારા જોર શોર થી કરવામાં આવ્યું હતું. આ નહેરનાં કામમાંટે વહીવટી તંત્ર અને એજન્સી સંચાલકોની મીલીઝુલી સરકાર જેવી કામગીરી ને કારણે નહેરનું કામ ગુણવત્તા વાળુ ન થતા આ કેનાલ માંથી ખેડૂતોને પ્રથમ પાણીનું રોટેશન છોડવામાં આવ્યું હતું. ત્યારે આ કેનાલમાં પ્રથમ વખત પાણી છોડવામાં આવતા નવી કેનાલોમાં ઠેર-ઠેર ગાબડા પડી ગયા છે. તો કેટલીક જગ્યાએ આખી કેનાલ તૂટી જવા પામી છે. જેનાં કારણે ખેડૂતોને ખેતીના પાક માટે આપવામાં આવેલું પાણી ખેડૂતોના પાક સુધી ન પહોંચતાં અને નકામું જ વહી જતા પાણીનો વેડફાટ થવા પામ્યો છે. જોકે જેતે સમયે નહેરનું કામ ચાલી રહ્યું હતું. એ દરમિયાન અધિકારીઓ એજન્સી સંચાલકોની લિલી નોટો ની ઝાકમઝોળ આવી જતા સ્થળ મુલાકાત પણ લેવાનું ટાળી દીધું હશે. જેના કારણે ૧૧.૮૪ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી કેનાલોની દુર્દશા પ્રથમ ગ્રાહે જ મક્ષિકા જેવી થઈ જવા પામી છે. ત્યારે નવસારી જિલ્લા કલેક્ટર જિલ્લામાં તૈયાર કરવામાં આવેલ આવી કરોડો રૂપિયાની કેનાલોનું યોગ્ય તપાસ કરાવી અધિકારી અને એજન્સીનાં સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી ખેડૂતોનું હિત જોવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY