રેલ્વે કોલોનીમાં દારૂનો વેપલો કરતા બુટલેગર પર જિલ્લા એલ.સી.બી સપાટો દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો….

0
404

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એસ.પી સંદીપ સિંગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અંગેની નાકાબંધીની સૂચનાઓ હોઈ ભરૂચ એલ.સી.બી પોલીસ ઈન્સ્પેક્ટરને બાતમી મળેલ હતી કે ભરૂચ શહેરમાં રેલ્વે ગોદી રોડ પરથી ગાડી પર દારૂની હેરા ફેરી થાય છે જે અંગે એલ.સી.બી ટીમે રેલ્વે ગોદી પર નાકાબંધી કરી હતી તે દરમ્યાન એક ટુ વિલર ડયુરો ગાડી નંબરજીજે-૧૬-સિડી -૦૩૧૪ અવતાં તેની રોકી તેની તલાસી લેતાં ડેકીમાં મુકેલ દારૂની બોટલ મળી આવેલ અને તેનું નામ ઠામ પૂછતાં તેણે તેનું નામ પ્રવીણ ઉર્ફે પલીયો લલ્લુ વસાવા.રહે.સોનતલાવડી મામલતદાર ઓફીસ પાસેનું જણાવેલ તને દારૂ અંગે પૂછપરછ કરતાં તેણે આ દારૂ વેચાણ અર્થે લાવેલ હોઈ અને વધુ દારૂ રેલ્વે કોલોનીમાં મંડપનો સામાન છે ત્યાં સંતાડેલ હોઈ ત્યાં જઈને તપાસ કરતાં ત્યાંથી પણ પોલીસને અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ ૩૨૪ જેની કિંમત રૂ.૬૩,૪૦૦/ અને ડયુરો ટુ વિલર ગાડીની કિં.રૂ.૩૦,૦૦૦/ તથા આરોપીના અંગ જડતીમાંથી મોબાઈલ નંગ.૦૧ કિં. રૂ.૫૦૦૦/મળી કુલ રૂ ,૯૮,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY