અંદાજે ત્રણ કરોડ જેટલી માતબર રકમ થી તૈયાર થયેલી નવા નાંદોદ તાલુકા સેવા સદન નું મંત્રી એ ઉદ્ઘાટન કર્યું તેને 6 મહિના વીત્યા છતાં ત્યાં સ્થળાંતર ન થતા તકલીફ
નાંદોદ મામલતદાર કે પુરવઠા મામલતદાર કચેરી માં જગ્યા ના અભાવે અરજદારો ના જરૂરી દસ્તાવેજો જથર વથર મુકવા થી ક્યારેક આ કિંમતી દસ્તાવેજો અટવાઇ જાય તેવી નોબત આવી શકે તેમ લાગે છે ત્યારે નવા નાંદોદ તાલુકા સેવાસદન નું રાજ્ય ના મંત્રી દ્વારા છ માસ પૂર્વે ઉદ્ઘાટન થયું હોવા છતાં એક પણ કચેરીનું સ્થળાંતર ન થતા હાલ નાંદોદ મામલતદાર કે પુરવઠા મામલતદાર સહિતની કચેરીઓ જગ્યા નાની પડતા અરજદારો અને કચેરીના કર્મચારીઓ ની હાલત બગડતી જોવા મળે છે ત્યારે નવી તૈયાર કચેરી એ દફતર ખસેડવા કોની રાહ જોવાઈ રહી છે તે સમજાતું નથી કરોડો ના ખર્ચે ઉભી કરાયેલી નવી બિલ્ડીંગ ધૂળ ખાઈ રહી છે અને જૂની કચેરીઓ માં જગ્યા સહીત ની ઘણી તકલીફો છે જેથી નવી બિલ્ડીંગ નો ઉપયોગ શરૂ કરાય તે જરૂરી છે .જોકે બે મહિના પૂર્વે એમ જાણવા મળ્યું હતું કે નવા મકાન માં થોડું ફર્નિચર નું કામ બાકી હોવાના કારણે ટૂંક સમય માં તે પૂરું થતા ચાલુ થશે પરંતુ ઉદ્ઘાટન ને પણ ઘણો સમય થયો હોય છતાં કેમ નવા મકાન માં શિફટિંગ થતું નથી .
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"