જનરલ રાવતની વાત સાચી પણ રાજકારણથી સૈન્યે છેટે રહેવું જાઈએ

0
104

૨૩/૦૨/૨૦૧૮

લશ્કરના વડા બિપિન રાવતે તેમની આદત મુજબ ફરી કેડ પાસે રિવોલ્વર રાખીને ફાયરિંગ કર્યું છે. તેમની વાત-વિગતો કદાચ ખોટી નહીં હોય કે, ચીન અને પાકિસ્તાન બન્ને મળીને ભારતમાં અને તે પણ આસામમાં ઘૂસણખોરી કરાવીને, પ્રોક્સીવાર કરી રહ્યા છે. કમર પાસે રિવોલ્વર રાખીને છોડેલી ગોળીની ગતિ વધારે હોય છે, પણ એ યોગ્ય નિશાના પર લાગે જ એવું જરૂરી નથી હોતું! બુધવારે રાવતે આજ રીતે ગોળીબાર કર્યો અને દેશભરમાં આશ્ર્‌ચર્યનો જુવાળ પેદા થઈ ગયો. તેમણે કરેલા નિવેદનના શબ્દોમાં લશ્કરી વડાને છાજે તેવો સંયમ નહોતો. આવું કંઈ પહેલીવાર નથી બન્યું.
હમણાં જાન્યુઆરી મહિનામાં તેમણે જમ્મુ-કાશ્મીરની શિક્ષણનીતિમાં સુધારો કરવાની વાત કરી હતી. જે તેમનો વિષય નહોતો. તેમણે આ બાબતે કરેલા નિવેદન પાછળ કારણ એ હતું કે તેમના મત મુજબ ત્યાંની મદરેસાઓને સરકારે લશ્કરને સોંપી દેવાની જરૂર છે, કારણ કે ત્યાંથી લોકોને ઉશ્કેરતી માહિતીઓ ફેલાવવામાં આવે છે. આવી વાત એવા દેશના લશ્કરી વડા કરી શકે જ્યાં લશ્કરી કાયદો અમલમાં હોય!

આવો જ ગોળીબાર તેમણે ૨૦૧૭માં કર્યો હતો, તે વખતે પણ બાબત કાશ્મીરની જ હતી. તેમણે કાશ્મીરના તમામ ચળવળકારોને, કાશ્મીરની ધરતી પર આંદોલન કરતાં લોકોને ‘આતંકવાદીઓના કામદારો’ જાહેર કરી દીધા હતા! જેના કારણે સિવિલ પ્રોટેસ્ટર્સનાં દિલ દુભાયાં હતા અને બુધવારે તેમણે એવો બામ્બ ફોડ્યો છે કે, દેશના રાજકારણીઓ પણ હચમચી ગયા છે. તેમણે એવો આક્ષેપ તો કર્યો જ કે, પાકિસ્તાન અને ચીન, બાંગલાદેશી મુસ્લિમોને આસામમાં ઘુસાડે છે, પરંતુ તેમણે એવો દાવો પણ કર્યો કે, બદરુદ્દીન અજમલની આગેવાની હેઠળના રાજકીય પક્ષ ઓલ ઇન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એવાં તત્વોના કારણે જ ઊભો થયો છે, અને વધતી જતી મુસ્લીમ મતદારોની વસતિના કારણે ૨૦૦૫ની સાલમાં સ્થપાયેલા એ રાજકીય પક્ષે એટલું ઝડપથી કાઠું કાઢ્યું છે કે, અત્યારે સંસદમાં તેના ત્રણ સભ્યો છે અને આસામની વિધાનસભામાં તેના ૧૩ સભ્યો છે! તેમણે સરખામણી કરી ભાજપની પ્રગતિ સાથે આટલો જૂનો પક્ષ હોવા છતાં ૧૯૮૪માં ભાજપ લોકસભામાં માત્ર બે બેઠકો જીતી શક્યો હતો. એઆઈયુડીએફ આસામમાં ભાજપ કરતાં તેજ ગતિએ આગળ વધી રહ્યો છે અને આ ઘૂસણખોરી ચાલુ જ રહી તો, કોઈપણ સરકાર આવે વધતી જતી મુસ્લિમ વસતિને અને બદરુદ્દીન અજમલની આ રાજકીય પાંખને પાંગરતા કોઈ રોકી નહીં શકે!

હવે આ ત્રણ વાતો જે લશ્કરી વડાએ કરી એ તેમના કાર્યક્ષેત્ર બહારની હતી. માની પણ લઈએ કે રાવત સાચા પણ હોય તેમ છતાં, જાહેરમાં બોલવાના બદલે સંબંધિત મંત્રાલયનું તેમણે ધ્યાન દોરવું, એ તેમની ફરજ છે. જ્યારે એક અહેવાલરૂપે લશ્કરી વડાએ મોકલેલાં સૂચનોને પ્રધાનમંડળ જરૂર ધ્યાનમાં લે! આસામમાં સમસ્યા છે જ. ત્યાં આજે પણ ‘નેશનાલિટી રજિસ્ટ્રેશન’ની કામગીરી ચાલુ જ છે. ભારતીયતાના પુરાવા રજૂ કરનાર વ્યક્તિ કે પરિવારોને રાજ્યના કે દેશના નાગરિક તરીકે નોંધવામાં આવે છે.

રાવત સાહેબના રાજકીય બાબતોના ઉલ્લેખથી ખળભળાટ મચી ગયો છે, રાષ્ટ્રીય સ્તરે તેમના એ નિવેદન અંગે જારદાર શંકા સેવાઈ રહી છે, અને ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. બદરુદ્દીન અજમલે જ કહ્યું કે, દેશના લશ્કરી વડાએ રાજકીય નિવેદન કર્યું છે, જે આઘાતજનક છે. ભાજપથી પણ તેજ ગતિએ તેના પક્ષનો વિકાસ થઈ રહ્યો હોવાની રાવતને શા માટે ચિંતા થઈ છે? એવું કારણ પણ હોઈ શકે કે ‘આપ’અને એઆઈયુડીએફ એટલા માટે જલદી વિકસે છે કે, મોટા રાજકીય પક્ષોના વહીવટથી લોકોને સંતોષ ન હોય.

સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓને અવારનવાર વકતા તરીકે વિવિધ વિષયો પર બોલવા કે સેમિનાર્સ સંબોધવા બોલાવવામાં આવતા હોય છે, પરંતુ તેઓ સંવેદનશીલ બાબતો અંગે બોલવામાં સંયમ જાળવતા હોય છે. પરંતુ વારંવાર બિપિન રાવત રાજકારણ સાથે સંકળાયેલી બાબતો અંગે બોલાતા હોવાના ઉદાહરણથી બે વસ્તુ નજરે ચઢે છે. એક તો તેમની આ હિલચાલ ને સરકાર જાઈએ તેટલી સુપરવાઈઝ નથી કરતી અને બીજી વાત એ છે કે જનરલ નિવૃત્તિ પછી રાજકીય કારકિર્દી બનાવવાની વેતરણમાં છે! જાઈએ બુધવારની ઘટના પછી સરકાર શું પ્રતિભાવ આપે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY