ચીન અમેરિકાએ પરસ્પર ૧૬ અબજ ડોલરની ડ્યૂટી લાગુ કરી

0
12

વાશિંગ્ટન,તા.૨૩
યુ.એસ. અને ચીને વિશ્વના બે સૌથી શક્તિશાળી અર્થતંત્રો વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધમાં એકબીજાની ચીજ-વસ્તુઓ પર નવા દર લાગુ કર્યા છે. બંને રાષ્ટ્રોએ ૧૬ અબજ ડોલરની આયાત પર ટેરિફ વસૂલવાનું શરૂ કર્યું છે. ચીને જણાવ્યું કે તે આ અંગે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં અમેરિકા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવશે. ચીનની વેબસાઈટ પર વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલા નિવેદનમાં આ અંગે જણાવવામાં આવ્યું છે.
મોટરસાઇકલ્સથી લઇને સ્ટીમ ટર્બાઇન્સ અને રેલવે કાર સુધીના માલસામાન પર ચાઇનીઝ આયાત પર યુ.એસ. ૨૫ ટકાનો વધારો કરશે. અને ચીન તેની પ્રતિક્રિયામાં કોલસા, તબીબી સાધનો, વેસ્ટ પ્રોડક્ટસ, કાર અને બસો સહિતની વસ્તુઓ પર સમાન કર લગાવશે. ઇન્ટરનેશનલ અફેર્સના યુ.એસ. ટ્રેઝરી અંડર સેક્રેટરી ડેવિડ માલપાસ અને ચીનના ડેપ્યુટી કોમર્સ પ્રધાન વાંગ શૌવેન અગાઉ બુધવારે મળ્યા હતા. પરંતુ હવે પ્રત્યક્ષ વેપાર ચર્ચાઓ માટે તેઓ આજે ફરીથી મળશે.
અમેરિકા અને ચીનના અધિકારીઓ બે મહિનાથી પણ વધુના સમયગાળા બાદ બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ વેપાર સંબંધો સુધારવા માટે બેઠક કરશે. એક ચેનલના વીડિયોમાં ચીનના અધિકારીઓના એક પ્રતિનિધિમંડળને બુધવારે અમેરિકન નાણા વિભાગમાં ચર્ચા કરવા જતા દર્શાવવામાં આવ્યા હતા.
રોયટર અનુસાર, વ્યાપારિક જૂથે આશા વ્યક્ત કરી હતી કે બે દિવસીય બેઠકની શરૂઆતમાં ચિની વેપાર અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક નીતિમાં ફેરફારની માગણી પર ગંભીર ચર્ચા કરવામાં આવશે. ટ્રમ્પે અમેરિકામાં વાર્ષિક ધોરણે ૫૦૦ અબજ ડોલરના મૂલ્યની ચાઇનીઝ વસ્તુઓ પર ફરજિયાત કર લાગૂ કરવાની ચેતવણી આપતા જણાવ્યું કે બેઇજિંગ બૌદ્ધિક સંપદા અધિકાર નીતિમાં બદલાવ લાવે, ઔદ્યોગિક સબસિડી કાર્યક્રમો અને ફી માળખામાં પરિવર્તન માટે સંમતિ જણાવે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY