નાણાં મંત્રાલયે ઍર ઈન્ડિયાને રૂ.૩૦૦ અબજ આપવાનો પ્રસ્તાવ ફગાવ્યો

0
12

ન્યુ દિલ્હી,તા.૨૩
નાણાં મંત્રાલયે ઍર ઇન્ડિયામાં રૂપિયા ૩૦૦ અબજનું ભંડોળ ઠાલવવાના પ્રસ્તાવને નામંજૂર કર્યો હતો. ઍર ઇન્ડિયામાં ‘પરિવર્તનનો વ્યૂહ’ સ્પષ્ટ નહીં હોવાનું કારણ આપીને દરખાસ્ત નકારાઇ હતી. મુલકી ઉડ્ડયન મંત્રાલયે સરકારી માલિકીની આ ઍરલાઇનનું કરજ ચૂકવવા તેના માટે આર્થિક પૅકૅજની માગણી કરી હતી.
ઍર ઇન્ડિયા નિયમિત વેતન પણ નહીં ચૂકવતી હોવાનું અને વૅન્ડર્સને મોટી ચુકવણી પણ બાકી હોવાનું કહેવાય છે. નાણાં મંત્રાલયે આ ઍરલાઇનને પોતાની નાન-કાર ઍસૅટ્‌સ અને સબસિડિઅરીઝને સ્પૅશલ પરપઝ વૅહિકલ માટે તબદીલ (ટ્રાન્સફર) કરવાની અને આ અસ્કયામતનો ઉપયોગ કંપનીનું કરજ ઘટાડવા કરવાની સૂચના આપી હતી. કંપનીના રૂપિયા ૫૦૦ અબજના કુલ કરજમાંના અંદાજે રૂપિયા ૨૨૦ અબજને ‘અનસસ્ટેનેબલ’ (ચાલુ ન રાખી શકાય એવું) દેવું ગણાવાયું છે.
ઍરલાઇનના કુલ દેવામાંના અંદાજે રૂપિયા ૧૬૦ અબજ વિમાન સામેના કરજ પેટે છે. આ રકમ એક્ઝિમ બૅન્ક, વિદેશી સંસ્થાઓ અને નાન-ક્ધવર્ટિબલ ડિબેન્ચર્સ દ્વારા ભેગી કરાઇ હતી, જ્યારે બાકીની ‘વ‹કગ કૅપિટલ’ છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુલકી ઉડ્ડયન મંત્રાલય માને છે કે ઍરલાઇને વ્યાજ પેટે મોટી રકમ ચૂકવવી પડતી હોવાથી તે સારી કામગીરી કરી નથી શકતી. આ ઉપરાંત, ઍરલાઇન વ્યાજ પેટે વાર્ષિક રૂપિયા ૪૦ અબજથી રૂપિયા ૫૦ અબજ જેટલી રકમ ચૂકવતી હોવાથી થોડું ભંડોળ આપવાથી ખાસ રાહત નથી થવાની.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY