ચીનની હોટેલમાં આગ લાગતાં ૧૮ લોકો જીવતા ભડથુ

0
11

બીજિંગ,તા.૨૫
પૂર્વોત્તર ચીનના હેઈલોંગજિયાંગ વિસ્તારની એક હોટલમાં આગ લાગવાથી શનિવારે લગભગ ૧૮ લોકોના મોત નિપજ્યા છે. ગ્લોબલ ટાઈમ્સના સમાચાર અનુસાર જણાવ્યું છે કે, શહેરના સોંગબોઈ જીલ્લામાં હોટ સ્પ્રિંગ હોટલમાં આગી લાગી છે.
આગ લાગ્યા બાદ તૂરંત બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. આગ લાગવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ રીતે બહાર આવ્યું નથી.
સરકારી એજન્સિ શિન્હુઆના રિપોર્ટ અનુસાર, સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો. આગ લાગવાની ઘટનામાં ૧૮ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું ચે કે, આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ દળ નિમવામાં આવશે. હાલમાં શંકાસ્પદ પોલીસ કર્મચારીની અટકાયત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૨૪ એપ્રિલે પણ દક્ષિણ ચીન સ્થિત એક કારાઓકે લાઉંઝમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં ૧૯ લોકોના મોત નિપજ્યા હતા, અને આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે સમયે આશંકા હતી કે, કોઈએ જાણી જાઈને આગ લગાવી છે. પોલીસ અનુસાર તે આગ ગુઆંગદોંગ વિસ્તારના કિનગ્યૂઆન શહેરમાં ત્રણ માળની બિલ્ડીંગમાં અડધી રાત બાદ લાગી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY