ચીનમાંથી ૩૧૪૨ વસ્તુઓની આયાત ડ્યુટીને ભારતે ઘટાડી

0
310

નવી દિલ્હી,તા. ૨
ભારત-ચીન વચ્ચેના વેપારને વધારવાના હેતુસર ભારતે ચીન અને એશિયા પેસિફિક દેશોમાંથી આયાત કરવામાં આવતી ૩૧૪૨ વસ્તુઓ ઉપર ડ્યુટીને ઘટાડી દીધી છે. બંને દેશો દ્વારા ટેરિફમાં ઘટાડો કરવામાં આવતા સંબંધો વધુ સામાન્ય બનવાની દિશામાં વધી શકે છે. એશિયા પેસિફિક ટ્રેડ એગ્રીમેન્ટ મારફતે સંબંધો વધુ ઉદાર બની રહ્યા છે. આ ઘટાડો તરત જ અમલી બનાવી દેવામાં આવ્યો છે. બંને દેશો દ્વારા ટેરિફમાં ઘટાડો કરી દેવાયો છે. અમેરિકા સામે બંને દેશો વેપાર સંતુલનને જાળવી રાખવાની દિશામાં આગળ વધી રહ્યા છે. એકબાજુ અમેરિકી વહીવટીતંત્ર બંને દેશોને ઉંચા ટેરિફને લઇને ધમકી આપી રહ્યું છે ત્યારે ભારત અને ચીને તેમની ઉદાર કારોબારની પ્રતિબદ્ધતા દોહરાવીને એકબીજાના દેશોમાંથી આયાત કરવામાં આવતી ચીજવસ્તુઓ ઉપર ડ્યુટીને ઘટાડી દીધી છે. દક્ષિણ કોરિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ,
લાઓસ સાથે ભારતનો કારોબાર પણ સુધરી રહ્યો છે. કારણ કે, ટેરિફમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એપીટીએ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ આ દેશો આગળ વધી રહ્યા છે. ટેરિફમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં ચીનમાં નિકાસને વધારવા ભારતની યોજના આડે અનેક અડચણો રહેલી છે. ચીન દ્વારા જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. રવિવારના દિવસે ચીન દ્વારા ટેરિફ કાપની જાહેરાત કરવામાં આવી હતી. ભારત અને ચીન માર્ચ મહિનામાં ટ્રેડ ડેફિસિટને ઘટાડવા માટે સહમત થયા હતા.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY