અમરનાથ યાત્રા : ૫૭૯૧ શ્રદ્ધાળુની નવી બેચ રવાના

0
68

શ્રીનગર,તા. ૨
અમરનાથ યાત્રા પ્રતિકુળ સંજાગો અને ભારે વરસાદની Âસ્થતી વચ્ચે જારી છે. આજે સવારે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ૫૭૯૧ શ્રદ્ધાળુઓનો નવો કાફલો જમ્મુથી રવાનો થયો હતો. જેમાં મોટી સંખ્યામાં સાઘુ સંતો અને સામાન્ય લોકો છે. પાંચમો કાફલો રવાનો થયો ત્યારે તેમની સાથે સુરક્ષા જવાનો પણ હતા. પહેલગામ અને બાલટાલ બંને રૂટ પર પ્રતિકુળ સંજાગો અને વરસાદના કારણે અમરનાથ યાત્રા સાવચેતીના પગલા રૂપે વારંવાર રોકવામાં આવી રહી છે. ૬૦ દિવસની યાત્રા રક્ષા બંધનના દિવસે ૨૬મી ઓગષ્ટે પૂર્ણ થનાર છે. બીજી બાજુ હવે નોંધણી વગરના યાત્રીઓની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ તમામ યાત્રીઓને રામબાણ અને બનીહાલમાં રોકી દેવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે મધ્ય અને દક્ષિણ કાશ્મીરમાં પુરની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જારી કરીને લોકોને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. આજે Âસ્થતિમાં સુધાર થતાં તંત્રએ રાહત અનુભવી હતી. ભારે વરસાદ થયા બાદ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ઝેલમ નદીમાં પાણીની સપાટી હજુ પણ ભયજનક સ્તરથી ઉપર છે. પુરની શક્યતાઓને ધ્યાનમાં લઇને ગૃહમંત્રી રાજનાથસિંહે રાજ્યપાલ વોરાસાથે ફોન પર વાતચીત કરી છે. રાજ્યને તમામ પ્રકારની સહાયતા આપવાની વાત પણ કરવામાં આવી છે. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો ગયા બુધવારના દિવસે સવારે જમ્મુથી બાલતાલ અને બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. ૬૦ દિવસની આ યાત્રામાં આ વખતે અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. અમનારથ યાત્રા ૨૬મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. બાલતાલ અને પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવાના બે રસ્તાઓ છે. આ બનંને રસ્તા શ્રીનગરથી ખૂબ સારી રીતે જાડાયેલા છે. મોટાભાગે શ્રદ્ધાળુ શ્રીનગરથી પોતાની યાત્રા શરૂ કરે છે. પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા ૪૮ કિલોમીટરના અંતરે છે જ્યારે બાલતાલથી પવિત્ર ગુફા ૧૪ કિલોમીટરના અંતરે છે. બાલતાલ રૂટથી અમરનાથ ગુફા સુધી સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાય છે પરંતુ આ રસ્તો ખૂબ જ મુશ્કેલરૂપ છે. જેથી મોટી વયના લોકો આ રૂટનો ઉપયોગ કરી શકતા નથી. પહેલગામ અમરનાથ માટે ઐતિહાસિક અને જુના માર્ગ તરીકે છે. આ રૂટથી ગુફા સુધી પહોંચવા ત્રણ દિવસ લાગે છે.અમરનાથ યાત્રામાં પ્રથમ વખત ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે યાત્રા માર્ગમાં જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે સાથે ૬૦ હજારથી વધુ જવાનોની તૈનાતી કરી છે. આ વખતે યાત્રા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે નજર રાખી રહ્યા છે. જેથી ત્રિસ્તરીય સુરક્ષા ગોઠવાઇ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY