બેઈજિંગ,તા.૮
ચીનના સૌથી ધનવાન વ્યકિતઓમાંના એક અને અલીબાબાના સ્થાપક જેક મા રિટાયરમેન્ટ લેવાની વાત કરતા સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ગઇ છે. જેક માએ જણાવ્યું હતું કે, સોમવારે તેઓ કંપનીમાંથી રાજીનામું આપી દેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપનીના સીઇઓ બનવા કરતા લોકોને શિક્ષણ આપવું એ વધારે મહત્વનું છે.
જેક માની કુલ નેટવર્થ ૨.૮૮ લાખ કરોડ રૂપિયા છે. ૫૪ વર્ષની વયે રિટાયરમેન્ટ જાહેર કરનારા જેક માએ જણાવ્યું છે કે તેઓ બિલ ગેટ્સની જેમજ પોતાના નામે ફાઉન્ડેશન શરૂ કરશે, જાકે આ ફાઉન્ડેશન શિક્ષણ પર કેન્દ્રિત હશે.
તેમણે જણાવ્યું કે મારે બિલ ગેટ્સ પાસેથી ઘણું શીખવાનું છે, હું તેમના જેવો ધનવાન તો નહીં થઇ શકું, જાકે હું તેમનાથી વહેલા રિટાયરમેન્ટ લઇને એક વસ્તુમાં તેમનાથી આગળ રહી શકું છું. તેમણે વધુમાં જણાવ્યું કે, હું ગત ૧૦ વર્ષથી આની તૈયારી કરી રહ્યો છું.
નિષ્ણાતોએ જણાવ્યું કે,જા જેક મા કંપનીમાંથી છૂટા થઇ જાય છે તો કંપની ભાગીદારી માળખાથી નિયંત્રિત થશે. જે એક્ઝીક્્યૂટિવ્સના સમૂહને બોર્ડમાં સભ્યોને નોમિનેટ કરવા માટે સક્ષમ બનાવે છે.
અલીબાબાના સીઇઓ પદ પરથી રિટાયરમેન્ટની ઘોષણા કરનારા જેક મા ચીનની વિશ્વવિદ્યાલયમાં પરિક્ષામાં બે વાર નાપાસ થયા હતા. આ વાત એમને વધુ ખટકે છે. જેક માએ જણાવ્યું કે, તેઓ કયારેય સારા વિદ્યાર્થી બની શક્્યા નહતા, તેમ છતા તેઓ સતત પોતાની જાતને સુધારતા રહ્યા અને જિંદગીથી શિખતા રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





