એશિયાના ૧૦૦ પ્રભાવશાળી લોકોમાં શાહરૂખ-એશનો સમાવેશ

0
5

ન્યુ દિલ્હી,તા.૨૯
કિંગ ખાન શાહરૂખ ખાન અને અભિનેત્રી એશ્વર્યા રાયનો એશિયાના ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદીમાં સમાવેશ થયો છે. આ ઍક્ટર્સને જાણીતી મેગેઝિન ‘એશીયન જિયોગ્રાફિક’ તરફથી એશિયાના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં એન્ટ્રી મળી છે.
મેગેઝિનમાં ‘એસ્ટોલિશિંગ એશિઅન્સ’ કેટેગરીમાં શાહરૂખ અને એશ્વર્યા રાયને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે આ બંને ઍક્ટર્સને મેગેઝિનના કવર પેજ પર પણ સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એશ અને શાહરુખ એકલા એવા બોલીવુડ એક્ટર્સ છે જેમણે આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
પ્રભાવશાળી લોકોની યાદીમાં બોલીવુડ સેલેબ્સ, એકિટવિસ્ટ્‌સ, ક્રિકેટર્સ અને બિઝનેસમેનના નામ સામેલ છે. શાહરુખ અને એશ્વર્યા રાય બચ્ચન સિવાય ‘એશિયન જિયોગ્રાફિક’ સૂચિમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વ્યવસાયી મુકેશ અંબાણી, અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન, મહિલા વ્યવસાયી કિરણ મજુમદાર અને રાઇટર અરુંધતી રોયના નામ પણ સામેલ છે.
ફિલ્મોની વાત કરીએ તો શાહરૂખ ખાન ટૂંક સમયમાં ઝીરો ફિલ્મમાં જાવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં ફિલ્મ ફન્ને ખાનમાં જાવા મળેલી એશ્વર્યાની આગામી ફિલ્મની વાત કરીએ તો ચર્ચા છે કે તે અક્ષય અને રજનીકાંતની ફિલ્મ ૨.૦ માં કેમિઓ રોલ કરતી નજરે પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY