બીજિંગ,તા.૧૯
ચીન હવે વિજ્ઞાન ક્ષેત્રે કંઈક એવું કરવા જઇ રહ્યું છે. જેને લઇને તમામ લોકો અત્યારે હેરાન છે. ચીન ૨૦૨૨ સુધી પોતાના ત્રણ આર્ટિફિશિયલ ચંદ્ર લોન્ચ કરશે. આ પ્રોજેક્ટ ૨૦૨૦ સુધી સમાપ્ત થઇ જશે. આ આર્ટિફિશિયલ ચંદ્ર કાંચના હશે અને સૂર્યથી રિફલેક્ટ થઇને પ્રકાશ આપશે. આ ત્રણેય ઓર્બિટને ૩૬૦ ડિગ્રીના વર્ગમાં રાખવામાં આવશે, જેનાથી ૨૪ કલાક સુધી પ્રકાશ આવશે. તિયાંફુ સિસ્ટમ સાયન્સ રિસર્ચ ઇન્સટિટયૂટના વડા વૂ ચુનફેંગે જણાવ્યું કે તેનો પ્રકાશ એટલો બધો હશે કે સ્ટ્રીટ લાઈટ્સની જરૂર નહીં પડે.
વુએ જણાવ્યું કે ‘સૂર્યની કિરણો ૩૬૦૦ વર્ગ કિલોમીટરથી લઇને ૬૪૦૦ વર્ગ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે અને તેની રોશની ચંદ્રમાના પ્રકાશથી ૮ ગણી વધારે હોવાની શક્્યતા છે.’ આનાથી ઘણો લાભ થવાનો છે. આ આર્ટિફિશિયલ ચંદ્ર થી લગભગ ૧.૨ બિલિયન યુઆનનો પાવર બચશે. જે જગ્યાએ અંધારપટ છે અને વીજળી નથી ત્યાં પ્રકાશ પહોંચશે.
આ જ નહીં અધિકારીઓનું માનીએ તો પ્રકાશની તીવ્રતાને એડજસ્ટ કરી શકાશે અને સમયના આધારે કંટ્રોલ પણ કરી શકાશે. આર્ટિફિશિયલ ચંદ્ર એકદમ ચમકદાર નહીં હોય. આનો પ્રકાશ ધૂંધળો છે. આ વાતથી લોકો ચિંતામાં છે. તેમનું માનવું છે કે તેનાથી પ્રાણીઓ પર ખરાબ અસર પડશે.
ઉલ્લેખનીય છે કે આવું પહેલું વાર નથી થયું. ચીન સિવાય રશિયા પણ આ પ્રયાસ કરી ચૂક્યું છે. ૯૦ના દશકામાં રશિયાએ ખૂબ પ્રયાસ કર્યા હતા, પરંતુ તે પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યો હતો. હવે ચીન આમ કરવા જઇ રહ્યું છે. તેથી હવે જાવાનું રહેશે કે ચીન તેમાં સફળ થશે કે નહીં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




