આઈઆઈટી બોમ્બેમાં દલાઈ લામાએ એક કાર્યક્રમમાં નિવેનદ કર્યું
મુંબઈ,તા.૧૪
તિબેટના આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામાએ શુક્રવારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બેમાં એક કાર્યક્રમમાં રસપ્રદ નિવેદન કર્યું હતું. દલાઈ લામાએ જણાવ્યું કે, ‘બૌદ્ધ પરંપરા બહુ ઉદાર છે અને દરેકને સમાન અધિકારમાં માને છે જેથી ભવિષ્યમાં કોઈ મહિલા પણ દલાઈ લામા બની શકે છે.’
દલાઈ લામાનું વાસ્તવિક નામ તેન્ઝિન ગ્યાત્સો છે અને તેમને ૧૯૮૯માં શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. વૈશ્વિક સ્તરે દલાઈ લામા તિબેટની આઝાદી અને અન્ય બાબતોને લઈને ચર્ચામાં રહે છે. તેમને ભવિષ્ય અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે કોઈ મહિલા પણ દલાઈ લામા બની શકે છે. તેમના મતે ભગવાન બુદ્ધે તમામને સમાન હકો આપેલા છે અને તિબેટિયન તેમજ ભારતીયમાંથી કોઈ મહિલા પણ સર્વોચ્ચ પદ પર આવી શકે છે.
દલાઈ લામાએ કાર્યક્રમાં વધુમાં જણાવ્યું કે, ’૧૫ વર્ષ પૂર્વે એક ફ્રેન્ચ મહિલાઓ માટેના મેગેઝિનના એડિટર મારી પાસે ઈન્ટરવ્યૂ માટે આવ્યા હતા. તેમણે મને પૂછ્યું હતું કે શું ભવિષ્યમાં કોઈ મહિલા દલાઈ લામા હોઈ શકે છે. મે તેને સકારાત્મક જવાબ આપ્યો હતો. ભવિષ્યમાં મહિલાઓ વધુ સશક્ત હશે તો જરૂરથી તેઓ દલાઈ લામા બની શકે છે. બૌદ્ધ ધર્મ ઘણો ઉદાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




