બંન્નેની વિરુદ્ધ શિસ્તભંગના આરોપો બાદ કાર્યવાહી કરાઈ ઓમપ્રકાશ ચૌટાલાએ બે પૌત્રો દુષ્યંત,દિગ્વિજય ચૌટાલાને પાર્ટીમાંથી બરતરફ કર્યા

0
133

ન્યુ દિલ્હી,તા.૧૯
ઇન્ડિયન નેશનલ લોકદળના અધ્યક્ષ ઓમપ્રકાશ ચૌટાલાએ પોતાના બે પૌત્રો દુષ્યંત ચૌટાલા અને દિગ્વિજય ચૌટાલાને પાર્ટીમાંથી બરતરફ કર્યા છે. ચૌટાલાએ બંનેની વિરુદ્ધ શિસ્તભંગના આરોપો બાદ કાર્યવાહી કરીને તેમની પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પણ સસ્પેન્ડ કરી છે. દુષ્યંત ચૌટાલા હિસારના સાંસદ છે અને દિગ્વિજય ચૌટાલા યુવા નેતા તરીકે આગળ વધી રહ્યા છે. આઈએનએલડીના પ્રમુખ ઓમપ્રકાશ ચૌટાલાએ દુષ્યંત અને દિગ્વિજય વિરુદ્ધ અનુશાસનહીનતાના આરોપો સાથે જાડાયેલા મામલાઓને પાર્ટીની શિસ્ત સમિતિને મોકલ્યા હતા.
હરિયાણાની મુખ્ય વિપક્ષી પાર્ટી આઈએનએલડીની ગુરુગ્રામ ખાતેની કારોબારીની એક બેઠકમાં આના સંદર્ભે નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યુ છે કે હિસારથી લોકસભાના સાંસદ દુષ્યંત ચૌટાલા અને તેમના નાના ભાઈ દિગ્વિજય ચૌટાલા વિરુદ્ધના શિસ્તભંગના આરોપોને શિસ્ત સમિતિ પાસે મોકલવામાં આવ્યા હતો. આઈએનએલડી દ્વારા જાહેર કરવામાં આવેલા એખ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શિસ્ત સમિતિને ૨૫ ઓક્ટોબર સુધી પોતાનો રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે અને ત્યાં સુધી બંને નેતાઓની પાર્ટીની પાર્ટીની પ્રાથમિક સદસ્યતાને સસ્પેન્ડ કરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY