‘ત્રસ્ત’ પતિદેવોએ દશેરા પર સુર્પણખાના પૂતળાનું દહન કર્યું!

0
241

ઔરંગાબાદ,તા.૧૯
દશેરાના પાવન પર્વે અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજયના પ્રતિકરૂપે સામાન્ય રીતે ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાય છે. પરંતુ સમાજમાં હાલ જે રીતે ઊથલપાથલ થઈ રહી છે તેમાં કેટલાક ત્રસ્ત પતિઓએ રાવણની બહેનના પૂતળાનું દહન કરીને અનોખો વિરોધ કર્યો હતો.
મહારાષ્ટ્રમાં પત્નીઓના ત્રાસથી પીડિત પુરૂષોના એક મંડળ ‘પત્ની પીડિત પુરૂષ સંગઠન’ દ્વારા ઔરંગાબાદના કારોલી ગામમાં ગુરુવારે દસ માથા ધરાવતા રાક્ષસ રાવણની બહેન સુર્પણખાના પૂતળાનું દહન કરીને સમાજમાં પત્નીઓ દ્વારા આચરવામાં આવતા ત્રાસનો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે સંગઠનના સ્થાપક ભરત ફુલારેએ જણાવ્યું હતું કે, ‘દેશમાં તમામ કાયદા પુરૂષ વિરોધી છે અને મહિલાઓની તરફેણ કરનારા છે.’ જેને પગલે મહિલાઓ આ કાયદાઓનો ખોટો લાભ લઈ પતિઓ તેમજ સાસરિયાઓનું નાની નાની બાબતે શોષણ કરે છે.
પુરુષની આ દશાને વખોડતા આ પુરૂષ સંગઠને દશેરાના પર્વે સુર્પણખાના પૂતળાનું દહન કરીને આનો વિરોધ કર્યો હતો. હિન્દુ લોકકથા મુજબ રામ અને રાવણ વચ્ચે વિવાદનું મૂળ કારણ રાવણની બહેન સુર્પણખા હતી. લક્ષમણે સુર્પણખાનું નાક કાપી નાખ્યું હતું જેને પગલે રાવણે રામના પત્ની સિતાનું હરણ કરી લીધું હતું. સિતાને પરત મેળવવા માટે રામે યુદ્ધ કર્યું હતું અને રાવણને પરાજીત કરીને સિતાજીને પરત મેળવ્યા હતા.
ફુલારેએ જણાવ્યું હતું કે ૨૦૧૫ના રેકોર્ડ મુજબ દેશમાં આત્મહત્યા કરનારા કુલ પરિણીતો પૈકીના ૭૪ ટકા પુરૂષો હોય છે. આ કાર્યક્રમમાં કેટલાક પુરૂષોએ વર્તમાન સમયમાં ચાલી રહેલા મીટુ કેમ્પેન સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY