વધતી જતી વૃધ્ધોની સંખ્યાથી પરેશાન ચીન વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહન આપશે

0
27

બિજિંગ,તા.૧૦
ચીને વધતી જતી વસ્તીને રોકવા માટે ૧૯૭૯માં વન ચાઈલ્ડ પોલિસી લાગુ કરી હતી.જેના કારણે વસ્તી પર લગામ કસવામાં તો ચીનને મદદ મળી હતી પણ આટલા વર્ષો બાદ તેની અવળી અસરો પણ જાવા મળી રહી છે.
ચીને ૨૦૧૫માં વન ચાઈલ્ડ પોલિસને તો તિલાંજલી આપી દીધી છે પણ આટલા વર્ષો સુધી એક જ બાળકની નીતિના કારણે ઘરડાઓની સંખ્યામાં થઈ રહેલા વધારાથી ચીન પરેશાન છે.હવે તો ચીનના શાસકોએ વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન આપવા માંડ્યુ છે.
ચીનના સરકારી ન્યુઝ પેપરમાં ચેતવણી આપવામાં આવી છે કે ઓછા બાળકો પેદા કરવાની નીતિની સમાજ પર નેગેટિવ અસરો દેખાવા માંડી છે.
તાજેતરમાં સરકારે એક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી હતી. જેમાં એક સૂઅરને ત્રણ બાળકો સાથે દર્શાવાયુ છે.આ પોસ્ટલ સ્ટેમ્પ સરકારની બદલાયેલી વિચારધારાનુ ઉદાહરણ હોવાનુ જાણકારોનુ કહેવુ છે.
અગાઉ વન ચાઈલ્ડ પોલિસીના કડકાઈથી અમલના કારણે વૃધ્ધોની સંખ્યા વધી રહી છે અને કામ કરી શકે તેવા યુવાઓની સંખ્યામાં ઘટાડો થયો છે.હાલમાં કમાનારી વસ્તી પર નિર્ભર હોય તેવા વૃધ્ધોની સંખ્યા વધી છે.યુનાઈટેડ નેશન્સના અનુમાન પ્રમાણે ૨૦૫૦ સુધીમાં ચીનમાં ૩૦ ટકા લોકો ૬૦ વર્ષ કે તેથી વધુ વયના હશે.
અ્‌ન્ય એક સમસ્યા એ પણ છે કે ચીનના દંપતિઓ હવે વધારે બાળકો પેદા કરવા પણ નથી માંગતા.ચીનમાં હાલમાં પ્રતિ મહિલા ફર્ટિલિટી રેટ ૧.૫૭નો છે.ચીની દંપતિઓ કહે છે કે શહેરોમાં વધારે બાળકો ઉછેરવાનો ખર્ચ પોસાય તેવો નથી.જેના કારણે જાણકરો હવે લોકોને વધારે બાળકો પ્રોત્સાહિત કરવા માટે સરકાર સબસિડી જેવા પગલા ભરે તેવી સલાહ આપી રહ્યા છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY