કેરાલામાં વરસાદનો કહેર યથાવત : મુન્નારમાં ફસાયા ટુરિસ્ટ્‌સ, ૨૪ ડેમના દરવાજા ખોલ્યા

0
11

તિરુવનંથપુરમ,તા.૧૦
કેરાલામાં વરસાદનો કહેર યથાવત છે.રાજ્યમાં ચારે તરફ તબાહીના દ્રશ્યો જાવા મળી રહ્યા છે. જાણીતા અને લોકપ્રિય પર્યટન સ્થળ મુન્નારમાં એક રિસોર્ટમાં વિદેશીઓ સહિત ૬૦ જેટલા પર્યટકો ફસાયા છે.ભૂસ્ખલન થવાના કારણે આ રિસોર્ટ સુધી જતો રસ્તો બંધ થઈ ગયો છે.જેમને કાઢવા હવે સેનાની મદદ લેવાશે.
અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર કરીને પોતાના નાગરિકોને ભારે વરસાદ અને પૂરની ભયાવહ પરિસ્થિતિ સામે ઝઝૂમી રહેલા કેરળ રાજ્યની મુલાકાતે નહીં જવાની સલાહ આપી છે. અમેરિકાની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમી મોનસૂનને કારણે ભારતના કેરળ રાજ્યમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ થઈ રહી છે.
કેન્દ્ર સરકારે કેરાલાને તમામ પ્રકારની સહાય કરવાની ખાતરી આપી છે.કેરળમાં ભારે વરસાદને પગલે પર્વતીય વિસ્તાર ઇડુક્કીમાં ભૂસ્ખલનને કારણે ૨૬નાં મોત થયા હતા. મુખ્યમંત્રીએ Âસ્થતિને અતિ ગંભીર ગણાવી હતી ઇડુક્કી અને કોઝીકોડના પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્ય મટે સેના અને ડિઝાસ્ટર રિસ્પોન્સ દળના જવાનો તૈનાત કરાયા હતા.
રાજ્યની મોટા ભાગની નદીઓ બે કાંઠે વહેતી હતી અને ૨૪ ડેમના દરવાજા ખોલી નખાયા હતા. ઇડુક્કી ડેમમાંથી પાણી છોડતા રેડ એલર્ટ જાહેર કરાઈ હતી. ૧૦,૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડી ૧૫૭ રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. સતત વરસાદને પગલે કોચીના એરપોર્ટ પર વિમાન વ્યવહાર ખોરવાયો હતો. બે કલાક વિમાની સેવાઓ બંધ રહી હતી.
મુખ્યમંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે સ્થિતિ અતિ ગંભીર હતી અને ઇતિહાસમાં પ્રથમવાર રાજ્યના ૨૪ ડેમના દરવાજા ખોલી નંખાયા હતા. હવામાન વિભાગે જણાવ્યા મુજબ કેરળ પર ચોમાસું તીવ્રતાથી સક્રિય થયું હતું. છેલ્લા ચોવીસ કલાકમાં માલાપુરમમાં ૪૦ સેન્ટિમિટર અને મનન્થવાડીનમાં ૩૧ સેન્ટિમિટર વરસાદ થયો હતો.
વેનાર જિલ્લામાં ૩૯.૮૭ સેન્ટિમિટર વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાઈ હતી. ઇડુક્કી તળાવનો એશિયાના સૌથી મોટો ચેરૃથોની ડેમ ૨૬ વર્ષ બાદ પ્રથમવાર ખોલી નખાયો હતો. તેની સપાટી ૨૩૯૯.૫૮ ફૂટ હતી.કુલ ૨૪૦૩ ફૂટની સપાટીએ ડેમ છલકાઈ જાય છે.
અલાપુઝા જિલ્લામાં યોજાતી સુપ્રસિદ્ધ નેહરૃ ટ્રોફી બોટ રેસ મુલત્વી રખાઈ હતી. રાજ્યની મોટા ભાગની નદીઓમાં પૂરની સ્થિતિ ગંભીર હતી. અર્નાકુલમ જિલ્લામાં નદી કાંઠે વસતા ૨૩૦૦નું સ્થળાંતર કરાયું હતું. પૂરને કારણે કૃષિ જમીનને પણ વ્યાપક નુકસાન થયું હતું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY