વિવાદાસ્પદ જમીન પર મંદિર સિવાય કંઈ બની શકે નહિ : ભૈય્યાજી જાશી

0
17

નાગપુર,
તા.૧૧/૦૩/૨૦૧૮

પ્રાથમિક શિક્ષણ માત્ર ભારતીય ભાષાઓમાં હોવુ જાઈએ : સંઘ

આરએસએસના જનરલ સેક્રેટરી ભૈયાજી જાશીએ રામ મંદિરને લઇ મોટું નિવેદન આપતા રવિવારના રોજ કહ્યું કે વિવાદાસ્પદ જમીન પર મંદિર સિવાય કંઇ બની શકે નહીં. સતત ચોથી વખત સંઘના જનરલ સેક્રેટરી પસંદગી પામેલા જાશીએ નાગપુરમાં અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની મીટિંગમાં કહ્યું કે રામ મંદિર બનવાનું નક્કી છે. ત્યાં બીજું કંઇ બની શકે નહીં, પરંતુ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જાશીએ કહ્યું કે કોર્ટના નિર્ણય બાદ મંદિરનું નિર્માણ શરૂ થશે.

અયોધ્યા વિવાદને લઇ કોર્ટથી બહાર સુલેહના પ્રયાસોને લઇ ભૈયાજી જાશીએ કહ્યું કે રામ મંદિર પર સામાન્ય મંજૂરી બનવી સરળ નથી, પરંતુ જે પ્રયાસ થઇ રહ્યો છે તેનું અમે સ્વાગત કરીએ છીએ. આપને જણાવી દઇએ કે શનિવારના રોજ જ ભૈયાજી જાશીને નાગપુરની બેઠકમાં ચોથી વખત સર્વ સહમતિથી જનરલ સેક્રેટરી તરીકે પસંદ કરાયા હતા.

ઇજીજીએ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપતા કહ્યું કે પ્રાથમિક શિક્ષણ માત્ર ભારતીય ભાષાઓમાં જ હોવુ જાઈએ. સરકારે એજ્યુકેશન સિસ્ટમમાં સુધારો લાવવા માટે એક એવી નીતિ બનાવવી જાઈએ. જેમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષા અથવા કોઈ અન્ય ભારતીય ભાષામાં જ હોય. સંઘના પદાધિકારીઓની મહત્વપૂર્ણ બેઠકમાં સત્તારૂઢ ભાજપના વૈચારિક માર્ગદર્શકે ભારતીય ભાષાઓને સમર્થન, સંરક્ષણ અને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર એક પ્રસ્તાવ પસાર કર્યો છે. જેમાં એ કહેવામાં આવ્યુ છે કે ટેક્નોલોજી અને મેડીકલની સાથે-સાથે અન્ય દરેક ફેકલ્ટીની ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પરીક્ષાઓમાં બેસનાર ઉમેદવારોની પાસે તેમના સ્થાનિક ભાષાઓનું ઓપ્શન હોવુ જાઈએ. જેથી પરીક્ષા તેમની માટે વધારે સરળ થઈ શકે.

ઇજીજીનું કહેવુ છે કે ભારતમાં શિક્ષણ અને અધ્યયન સામગ્રીનું માધ્યમ ભારતીય ભાષાઓમાં પણ હોવુ જાઈએ. તેમણે કહ્યું નીટ (દ્ગઈઈ્‌) અને યુપીએસસી પરીક્ષાઓનું હવે ભારતીય ભાષાઓમાં પણ શરૂ થનાર એજ્યુકેશન સિસ્ટમમાં પરિવર્તન તરફ એક કદમ છે. આ પરીક્ષાઓની સાથે દરેક અન્ય પ્રવેશ પરીક્ષાઓ માટે પણ આ સ્થાનિક ભાષાઓનો વિકલ્પ ઉપલબ્ધ હોવો જાઈએ. ઇજીજીએ એ પણ કહ્યું કે દરેક સરકારી અને કાયદાકીય કામો માટે પણ સ્થાનિક ભાષાઓને મહત્વ આપવુ જાઈએ. અંગ્રેજી ભાષાની જગ્યાએ ભારતીય ભાષાઓને મહત્વ આપવુ જાઈએ. જા જલ્દી જ આ વિશે વિચારવામાં નહીં આવે તો કેટલીય ભાષાઓ અને બોલીઓ લુપ્ત થઈ જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY