ચીનની ચાલાકી : ગુપ્ત રીતે નિર્માણ કામ

0
56

ચીનની ચાલાકી વધી રહી છે. અરૂણાચલપ્રદેશમાં માર્ગ નિર્માણના બહાને ચીની સૈનિકોની ઘુસણખોરી રોજની વાત થઇ ગઇ છે.હાલમાં જ તુતિંગ અને કિવિથમાં ચીની સૈનિકોની ઘુસણખોરી થઇ હતી. સાથે સાથે ત્યાં ભારતીય જવાનોની પેટ્રોલિંગની પ્રક્રિયાની સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. ચીન અને ભારત વચ્ચે ૩૪૮૮ કિલોમીટર લાંબી સરહદ છે. સરહદ સાથે જાડાયેલા પારસ્પરિક વિવાદને સમજી લઇને તેના ઉકેલ લાવવામાં આવે તે સમયની માંગ છે. આના માટે ઇતિહાસના પાના ઉથેલવા જાઇએ. અરૂણાચલપ્રદેશ શરૂઆતથી ભારત અને ચીન વચ્ચે વિવાદના કારણ તરીકે છે. ચીન આને દક્ષિણ તિબેટના હિસ્સા તરીકે ગણે છે. સાથે સાથે જીદ્દી વલણ ધરાવે છે. બીજી બાજુ પ્રાચીનકાળથી જ આ હિસ્સો ભારતનો છે. રામાયણ, વૈદિક કાળ અને મહાભારતના સમયથી જ તેના ભારતમાં હોવાના પુરાવા મળ્યા છે. અમને સમજી લેવાની જરૂર છે કે ચીન ખુબ વિચારીને રણનિતી પર આગળ વધનાર દેશ છે. તે પોતાની આર્થિક પ્રગતિમાં કોઇ અડચણ ઇચ્છતુ નથી. તેની નીતિ તેના હરિફોને કોઇ પણ રીતે પરેશાન કરવાની રહી છે. પડોશી દેશોના નાગરિકોમાં અવિશ્વાસની ભાવના ઉભી કરવાનો તેનો હેતુ રહ્યો છે. ભારતને ભ્રમમાં મુકીને આગળ વધવા માંગે છે. ચીનની ચાલાકીનો હવે યોગ્ય જવાબ આપવાનો સમય છે. જે રીતે ચેસના ખેલાડી દરેક ચાલનો જવાબ વિચારીને આપે છે તે રીતે ચીનની ચાલનો જવાબ આપવાની જરૂર છે. સરહદ પર ટેન્શનની ચીની ચાલને કોઇ પણ કિંમતે હળવાશથી લઇ શકાય નહી. અરૂણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વારંવાર ચીની ઘુસણખોરીના સમાચાર આવતા રહે છે. અરૂણાચલપ્રદેશ અને સિક્કિમને લઇને તેની નીતિ પણ હમેંશા પ્રશ્નો ઉભા કરે છે. ચીનની ઘુસણખોરીને હળવાશથી લેવાની Âસ્થતીમાં નુકસાન થઇ શકે છે. ચીનની દુસાહસની પ્રવૃતિ માત્ર દક્ષિણ ચીન દરિયા સુધી જ મર્યાદિત નથી. તે સમગ્ર દક્ષિણ એશિયામાં આને અજમાવવા માટે ઇચ્છુક છે. ડ્રેગન ભારતને સરહદી વિવાદ મામલે બેકફુટ પર લઇ જવા માટે પ્રયાસ કરે છે. ભારતીય સરહદમાં ક્યારેય લડાખમાં તો ક્યારેય અરૂણાચલ પ્રદેશમાં ચીની સૈનિકો ઘુસણખોરી કરતા રહે છે. હવે તેમની દરમિયાનીગીરી ઉત્તરાખંડ સુધી પહોંચીગઇ છે. આ બાબત અમારા માટે ચોક્કસપણે ચિંતાજનક છે. ચોક્કસપણે આ ઘુસણખોરી પાછળ ચીનની પહેલા જ વિચારવામાં આવેલી રણનિતી રહેલી છે. તેમાં ઉંડાણમાં જવામાં આવે તો જાણી શકાય છે કે કેટલાક પાસા તેમાં રહેલાછે. ભારતને દક્ષિણ એશિયામાં કઇ રીતે કાઉન્ટર બેલેન્સ કરવામાં આવે તેના પ્રયાસમાં ચીન રહે છે. આના કારણે જ તે સરહદી વિવાદ મામલે ભારતને હેરાન કરવાના પ્રયાસ કરે છે. તે ભારતમાં સરહદી વિસ્તારમાં ઘુસણખોરી કરીને ભારતને મંત્રણા ટેબલ પર લાવવા માટે ઇચ્છુક રહે છે. આ વખતે ચીન દક્ષિણ એશિયામાં વેપાર અને રોકાણમાટે પ્રવેશ ઇચ્છે છે. બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન કોરિડદોરની જેમ જ તે કેટલીક સુચિત યોજના ધરાવે છે. તે સંપૂર્ણ દક્ષિણ એશિયામાં પોતાના ભૌગોલિક જાડાણ જેમ તેમ વધારીને આગળ વધવાના પ્રયાસમાં રહે છે. ભારત તેની આ રણનિતીથી નારાજ છે. બીજા મોટો મુદ્દો એ છે કે ચીન નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના સંપર્કમાં રહીને તેમના ટેકાથી સાર્કના સભ્ય બનવાની નિતી પણ અપનાવી રહ્યુ છે. આના કારણે તેની ક્ષેત્રીય દરમિયાનગીરી વધારે વધી જશે. તે હાલના સમયમાં પોતાની સાથે નાના દેશોને લઇ લેવા માટે તમામ પ્રયાસ કરી રહ્યુ છે.તે દક્ષિણ એશિયામાં માત્ર કારોબાર અને રોકાણને વધારી દેવાના હેતુથી આવુ કરી રહ્યુ નથી બલ્કે ભારતને સરળરીતે કાઉન્ટર કરવાની રણનિતી હેઠળ આવુ કરી રહ્યુ છે. હાલમાં જ એક નવી રણનિતી હેઠળ ચીને ગિલગિટ-બાલતિસ્તાન વિસ્તારમાં ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરને સુરક્ષા આપવા માટે કહ્યુ છે. અત્રે નોંધનીય છે કે ચીન આ કોરિડોર પર ૪૫ અબજ ડોલરથી ૩૦ અબજ ડોલરનુ રોકાણ કરી ચુક્યુ છે. ચીન કોરિડોરની સુરક્ષાના નામે પીપલ્સ લિબરેશન આર્મીને સિવિલ એÂન્જનિયરના રૂમમાં ત્યાં ગોઠવી દેવાના પ્રયાસમાં છે. એટલે કે તે ગિલગિટ-બાલતિસ્તાનમાં સૈનિકોની હાજરીના કારણે ભારત પર વધારે દબાણ સર્જવાના પ્રયાસમાં છે. લડાખ ક્ષેત્રમાં જ્યારે પણ તેના દ્વારા ઘુસણખોરી કરવામાં આવે છે ત્યારે તેની આવી જ રણનિતી હોય છે. લડાખમાં ઘુસણખોરી અને અરૂણાચલ પ્રદેશના ઉત્તરીય ક્ષેત્રને દક્ષિણી તિબ્બેટ કહેવાની તેની નિતી બિલકુલ યોજનાપૂર્વકની રહી છે. એટલે કે ભારતની સામે તે ક્લેઇમ એમ્ડ કાઉન્ટર ક્લેમની રણનિતી અપનાવે છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ચીન ગયા હતા. ત્યારે બન્ને દેશોએ બોર્ડર ડિફેન્સ કોએપરેટિવ સમજુતી કરી હતી. તેના હેઠળ ભારતે સરહદી વિસ્તારમાં નિર્માણ કામગીરી હાથ ધરી હતી. ચીન પોતાના વિસ્તારમાં વર્ષોથી નિર્માણ કામ કરે છે. જા કે આ મુદ્દે પણ કોઇ ખાસ સફળતા હાથ લાગી નથી. હકીકતમાં ચીન ભારતને કેટલાક મોરચે દુવિધાભરી Âસ્થતીમાં મુકી દેવા માટે ઇચ્છુક છે. તેને ખબર છે કે સરહદી વિવાદ સર્જીને ભારતને મુશ્કેલીમાં મુકી શકાય છે. સરહદી મામલે જેટલા પણ પ્રસ્તાવ આવ્યા છે તે તમામ ચીન તરફથી જ આવ્યા છે. ભારત આ તમામ મુદ્દે અનિચ્છુક રહ્યુ છે. ભારત એક શાંતિપ્રિય દેશ છે. ચીન આર્થિક અને રણનિતી સાથે સંબંઘિત પ્રભાવ વધારીને આગળ વધવા માટે ઇચ્છુક છે. તે સરહદી વિવાદને લઇને વારંવાર જટિલ Âસ્થતી સર્જે છે. તે ભારતના નેપાળ જેવા મિત્ર દેશ પર પ્રભાવ વધારીને માનસિક ભય સર્જવાના પ્રયાસ કરે છે. ચીનની ગતિવિધી પર સતત નજર રાખીને સરહદ પર માળખાકીય સુવિધા મજબુત કરવામાં આવે તે જરૂરી છે. સરહદ પર રસ્તાને વ્યવÂસ્થત કરવાની કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે તે જરૂરી છે. ચીને હાલમાં વાસ્તવિક અંકુશ રેખા પર તેની ગતિવિધી ઝડપી બનાવી હોવાના હેવાલ છે. જેથી ભારતને પણ તૈયારી પૂરી રાખવી જાઇએ તેમાં કોઇ બે મત નથી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY