બારડોલી ખાતે આવેલી માલીબા કેમ્પસમાં કોલેજના સમય બાબતે સ્ટુડન્ટ્સમાં રોષ ફાટી નીકળ્યો
બારડોલી ખાતે આવેલી માલીબા કેમ્પસમાં કોલેજના સમય બાબતે સ્ટુડન્ટ્સમાં રોષ ફાટી નીકળ્યો છે. જેથી આજે સુરત, નવસારી, વલસાડના સ્ટુડન્ટ્સ દ્વારા હડતાળ કરવામાં આવી હતી. અને કોલાજના સંચાલકોને સમય બદલવા રજૂઆત કરી હતી.
સુરત, નવસારી અને વલસાડના સ્ટુડન્ટ્સ હડતાળમાં જોડાયા
બારડોલી મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી માલીબા કેમ્પસનો સમય 8.30થી 3.30 સુધી હતો. જે બદલી 8.30થી 4.30 કરવામાં આવતા સ્ટુડન્ટ્સમાં રોષ જોવા મળી રહ્યો છે. સમય બદલવાના કારણે સ્ટુડન્ટ્સ હડતાળ પર ઉતરી ગયા છે. જેમાં સુરત, નવસારી અને વલસાડના સ્ટુડન્ટ્સ જોડાયા છે. સ્ટુડન્ટ્સે જણાવ્યું હતું કે, સુરત, નવસારી અને વલસાડના સ્ટુડન્ટ્સને ઘરે પહોંચતા રાત્રીના 8 વાગી જાય છે. જેના કારણે હડતાળ કરી પહેલાં જે સમય બદલવા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
![]()
![]()
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



