ભુજ કચ્છ: આજથી પાંચેક મહિના પહેલા ભુજ જનરલ હોસ્પીટલની અદાણી મેડીકલ હોસ્ટેલમાં રહેતા મેડીકલના પાંચ છાત્રોના જુદી જુદી કંપનીનાં મોબાઇલ ફોનની ચોરી થયેલ હતી જે ચોરી સબંધે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.માં ગુના દાખલ થયેલ અને આ ચોરીના ચોરી મુદામાલ શોધી કાઢવા સારૂ શ્રી એમ.એસ.ભરાડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચના હેઠળ અને શ્રી એમ.બી.ઓૈસુરા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી એચ.એસ.તીવારી પો.સબ ઇન્સ. એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની એક ટીમ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતીમ હકીકત આધારે અદાણી મેડીકલ હોસ્ટેલ ખાતે આઇ.એસ.એસ.સીકયુરીટીના ગાર્ડ મેન ખુશાલ ચંદુલાલ છાભૈયા, ઉ.વ.ર૬, રહે.ગામ- કોટડા (ચકાર), ઉમીયાનગર સોસાયટી, રીલાઈન્સ પેટ્રોલપંપ પાછળ, તા.ભુજ વાળાને બાતમી હકીકત આધારે એલ.સી.બી.કચેરીએ લઇ આવી પુછપરછ કરતા આ ચોરી કર્યા અંગે એકરાર કરેલ અને આ ચોરીના ત્રણ એમ.આઇ.કંપનીના તથા એક લેનોવા કંપનીનો મોબાઇલ ફોન કાઢી આપતા કુલે કિ.રૂા.૩૬,૦૦૦/-ના ગણી આજરોજ કબ્જે કરવામાં આવેલ છે. અને મળી આવેલ મોબાઇલ ફોન તથા મજકુર સીકયુરીટી ગાર્ડને આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ને સોપી આપવામાં આવે છે.
ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







