ચીખલીમાં નકલી પોલીસ બાઈક સવાર ત્રણ ગઠિયા વૃદ્ધાના ત્રાણું હજારનાં ઘરેણાં સેરવી ગયા

0
84

ચીખલીમાં સવારના સમયે શાકભાજી લેવા ગયેલા એક વૃદ્ધાને ધોળા દિવસે ત્રણ અજાણ્યા ઈસમો પોલીસના સ્વાંગમાં આવી મંગળસૂત્ર અને હાથના પાટલા ઊતરાવી દઈ થેલીમાં મુકાવી વિશ્વાસમાં લઈ રફુચક્કર થઈ જતા રૂ.૯૩,૭૫૦ની ચીલઝડપ થવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકામાં દિન-પ્રતિદિન ચોરી, લૂંટ, છેતરપિંડી જેવા બનાવો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ચીખલીના બગલાદેવ મંદિર સામે રહેતા ચંપા જયંતીલાલ પાંચાલ જે સોમવારની સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં શાકભાજી લેવા માટે ગયા હતા. જે શાકભાજી લઈ પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતાં. ત્યારે ચીખલીના ભરચક વિસ્તાર એવા જુની મામલતદાર કચેરી સામે મહેતવાડ મહોલ્લામાં સવારના પોણા બારેક વાગ્યાના અરસામાં ચંપાબેન પંચાલ પાસે એક મોટર સાયકલ ઉપર ત્રણ અજાણ્યા ઈસમો ચંપાબેન પાસે આવી પોલીસ હોવાનું જણાવી આગળ ચોરી બહુ થાય છે. એમ કહી ચંપાબેને પહેરેલ સોનાનાં દાગીનામાં એક મંગળસૂત્ર સવા બે તોલાનું જેની કિંમત રૂ.૩૩,૭૫૦/- તથા સોનાના હાથના બે પાટલા ચાર તોલાનાં જેની કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૯૩,૭૫૦/- દાગીનાં સાચવીને રાખો એમ જણાવી મહિલાને વાતોમાં પરોવી મહિલા ચંપાબેને પહેરેલ સોનાના દાગીના રૂમાલમાં મુકાવી દઈ તેમની થેલીમાં મૂકી દીધા હતા. જોકે, ઘર જઈ ચંપાબેને સોનાના દાગીનાની થેલી ખોલતાં તેમાંથી સોનાના દાગીનાંને બદલે માત્ર ધાતુના બે પાટલા જ મળી આવ્યાં હતાં. ચંપાબેનને પોતે ઠગાયા હોવાનો અહેસાસ થતાં સોમવારની મોડી સાંજે તેમણે ચીખલી પોલીસ સ્ટેશનમાં આશરે  ૪૦ થી ૫૦ વર્ષની વયનાં પોલીસના સ્વાંગમાં આવેલા ત્રણ જેટલા અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ આપતાં ચીખલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, થોડા દિવસ પહેલા એક ભરચક વિસ્તાર એવા ગાર્ડન પાસેથી એક નિવૃત બેંકના પટાવાળાને પણ બે અજાણ્યા ઈસમો પોલીસના માણસો હોવાનું જણાવી ૨૧ ગ્રામની સોનાની ચેઈન લૂંટી ગયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY