સુરત, તા.૨૪
કામરેજ તાલુકાના કરજણ ગામ ખાતે રહેતા એક ખેડૂતના ઘરનો દરવાજા તોડી અંદર પ્રવેશી સોનાની ચેઈન, મંગળસૂત્ર, રોકડા રૂપિયા મળી કુલ્લે ૧.૭૪ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ તાલુકાના કરજણ ગામના સાટિયા ફળિયા ખાતે રવિભાઈ દિલીપભાઈ પટેલ રહે. તેઅો પોતે ખેડૂત છે. ગત દિવસોમાં કોમના ઘરનો દરવાજા કોઈ બોથાડ પદાર્થ વડે તોડી અંદર પ્રવેશી તસ્કરોએ ૩.૨૫ તોલાનુ઼ મંગળસૂત્ર, બે નંગ સોનાની ચેઈન, એક જાડી સોનાની બુટ્ટી, પાંચ નંગ નાની અને અોછા વજનવાળી સોનાની વીટીઅો, સોનાના પેન્ડલ, સોનાનુ ડોકીયુ સોનાનો સેટ તથા રોકડા રૂપિયા મળી કુલ્લે ૧.૭૪ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ખેડૂતે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



