સુરત, તા.૨૪
મોડી રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે સારોલી ખાતે આવેલ આર.કે.એલ.પી. માર્કેટના પાંચમા માળે અચાનક આગ લાગતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગથી દુકાનમાં રાખેલ સાડી ડ્રેસ મટેરિયલનો જથ્થો સ્વાહા થઈ ગયો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રે સવા બાર વાગ્યાના સુમારે સારોલી ખાતે આવેલ આર.કે. એલ.પી. માર્કેટના પાંચમા માળે આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયર અોફિસર સોલંકી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. પાંચમા માળે એ/૫૦૦૫ નંબરની વાસણો આલોક સૂત્ર પ્રા. લિ.માં આવેલ એસી કમ્પ્રેશરમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. આગના લીધે દુકાનમાં રાખેલ ડ્રેસ મટીરિયલ અને સાડીનો જથ્થો સ્વાહા થઈ ગયો હતો. ૭ માળની બિલ્ડિંગના પાંચમા માળે લાગેલી આગના લીધે મોડી રાત્રે માર્કેટના અન્ય દુકાન માલિકોમાં ચકચાર મચી હતી એ/૫૦૦૫નો માલિક અવધેંશ વાસણના જણાવ્યા અનુસાર દુકાનમાં રાખેલ સાડી અને ડ્રેસ મટીરિયલનો માલ સામાન સળગી ગયો હતો. રાત્રિના સમયે દુકાન બંધ હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ ન થઈ હતી.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




