ચોરવાડ નગરપાલિકા ફરી વિવાદમાં, ચીફ ઓફિસરે ધારાસભ્ય સામે લગાવ્યા આક્ષેપ

0
6

જૂનાગઢ,તા.૨૫
જૂનાગઢના ચોરવાડમાં નગરપાલિકાના ચીફ ઓફિસર દેવીબેન રજા પર હોવા છતા પોલીસને સાથે રાખીને પાલિકાના રેકોર્ડ ખોલવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ચીફ ઓફિસરે પાલિકાના ડોસ્કીયુંમેન્ટસ તપાસ્યા હતા. ત્યાર બાદ તમામ કાગળો ટ્રેઝરીમાં જમા કરાવ્યા હતા.
આ દરમિયાન તેમણે નગરપાલિકાના પ્રમુખ જલ્પા ચુડાસમાના પતિ વિમલ ચુડાસમા પર આરોપ પણ લગાવ્યા હતા. તેમણે વિમલ ચુડાસમા પર આરોપ લગાવતા કહ્યું કે, મારી ગેરહારજરી અને બળજબરીથી પગાર અને સહી કરાવવામાં આવે છે.
હાજર હોવા છતાં મને ગેરહાજર માનીને પગાર પણ કાપવામાં આવે છે. આ સાથે જ તેમણે કÌš કે, વિમલ ચુડાસમા કર્મચારીઓ પાસેથી પણ બળજબરી પૂર્વક કામ કરાવે છે. જેના પુરાવા પણ તેમની પાસે હોય તેવી તેમને જણાવ્યુ.
આ મામલે આ મામલે વિમલ ચુડાસમાએ પોતાનો બચાવ કર્યો હતો. વિમલ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી છે કે, ચીફ ઓફિસરના તમામ આક્ષેપો ખોટા છે. ચીફ ઓફિસર આ પહેલા પણ ઘણી વખત આપેક્ષ કરી ચુકવ્યા છે અને દર વખત તેમના આક્ષેપ ખોટા સાબિત થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY