સુરતમાં ફર્નિચરની દુકાનમાં તસ્કરોનો આતંક : ૪૦ હજારની ચોરી કરી રફ્ફૂ

0
6

સુરત,તા.૨૫
સુરતમાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે. ચોરી કરતા ચોર સીસીટીવી ફૂટેજમાં પણ રંગે હાથે ઝડપાતા હોય છે. આવો જ એક સીસીટીવી ફૂટેજ સુરતના કતારગામ વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં રાશિ સર્કલ પાસે આવેલી ફર્નિચરની દુકાનનું શટર તોડીને ૪૦ હજારની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયો હતો. જાકે, ચોરની આ કરતૂત સીસીટીવીમાં ઝડપાઇ ગઇ હતી.
સીસીટીવીમાં દેખાય છે એમ એક યુવક દુકાનની અંદર પ્રવેશે છે. અને દુકાનની અંદર રહેલા ટેબલના ડ્રોવરો તપાસે છે. ત્યારબાદ ડ્રોવરમાં રાખેલા રોકડા રૂપિયા લઇન ખિસ્સામાં મુકે છે. ડ્રોવરમાં વધારે તપાસ કરતા તેને રૂપિાયનું બંડલ પણ હાથ લાગે છે. રૂપિયાનું બંડલ પણ તે ખિસ્સામાં મુકે છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે રાશિ સર્કલ પાસે આવેલા પરિધાન ફર્નિચરની દુકાનને નિશાન બની હતી. આ દુકાનમાંથી ૪૦ હજારની ચોરી કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY