ચોટીલા ઓઇલ ચોરી પ્રકરણ માં વધુ આરોપીઓ ની ધરપકડ

0
19

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતેથી પસાર થતી સલાયા મથુરા પાઇપ લાઇન કે જે દેવસર ગામ ખાતેથી પસાર થાય છે ત્યાં સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને પોતાની કચેરીના હે.કો. સહદેવસિંહ ઝાલા મારફતે મળેલ બાતમી આધારે ચોટીલા પોલીસ દ્વારા રેઇડ કરી, સ્થળ ઉપરથી ટેન્કર નંબર GJ 21 T 6161 કિંમત રૂ. 5,00,000/- તથા ચોરી કરવામાં આવેલ 9000 લિટર ઓઇલ કિંમત રૂ. 2,70,000/- તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ સાધનો સહિત કુલ કીમત રૂ. 7,70,000/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ. જે બાબતે આઈઓસીના અધિકારીની ફરિયાદ આધારે ઓઇલ ચોરી અંગે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ છે.

ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, રાજકોટ રેન્જના વડા સંદીપસિંઘ દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ ના પોલીસ ઈન્સ. ખુમાનસિંહ વાળા, પીએસઆઇ એસ.બી.સોલંકી તેમજ ટેકનિકલ સેલના પીએસઆઇ અનિલ નાયર સહિતના ચુનંદા સ્ટાફને પણ કામે લગાડી, ગુન્હાના મૂળ સુધી તપાસ કરવા તથા આ ઓઇલ ચોરીના ષડયંત્રના ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓને પકડી પાડવા માટે કરવામાં આવેલ સૂચનાઓ આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પો.ઈન્સ. પી.ડી.પરમાર, પો.સ.ઇ.જે.જે.ચૌહાણ, એ.એસ.આઇ. કેતનભાઈ ચાવડા, સરદારસિંહ, રાયધનભાઈ, ફારૂકભાઈ, રાજુભાઇ, ભગુભાઈ, હરદેવસિંહ, દાદુભાઈ, ડાહ્યાભાઈ, દેવાભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના દેવસર સૂરજ દેવળ ગામે જમીન ધરાવતા જમીન માંલિક આરોપી અમિતભાઇ જ્યોતિષચંદ્ર દવે ઉવ. 27 રહે. શાસ્ત્રીનગર, ચોટીલા જી. સુરેન્દ્રનગરને પકડી પાડી, ધરપકડ કરી, દીન 2 ના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવેલ અને ટેકનીકલ સેલ આધારે માહિતીઓ મેળવતા, આ ગુન્હામાં ચોટીલા લોકલ, ભાડલા, રાજુલા, તળાજા, ભાવનગર, વડોદરા સહિતના આરોપીઓની સંડોવણી બહાર આવેલ હતી.

સુરેન્દ્રનગર જીલાના ઇન્ચાર્જ પોલીસ વડા એમ.આર.શર્માની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પો.ઈન્સ. પી.ડી.પરમાર, ખુમાનસિંહ વાળા, પો.સ.ઇ. એસ.બી.સોલંકી, જે.જે.ચૌહાણ સહિતના અધિકારી તથા સ્ટાફની પોલીસ ટીમોને માહિતી મળેલ કે, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ જીપમાં આણંદપુર થઈ ચોટીલા તરફ આવી રહેલ છે, જે બાતમી આધારે ચોટીલા આણંદપુર રોડ ખાતે વોચ દરમિયાન બોલેરો જીપ નંબર GJ-11S-6068 સાથે આરોપીઓ (1) અશોકભાઈ જગુભાઈ ખાચર જાતે કાઠી દરબાર ઉવ. 32 રહે. ભાડલા તા.જસદણ જી. રાજકોટ, (2) મહમદ અબ્બાસ સીદિકહુસેન લાખાણી જાતે ખોજા ઉવ. રહે. જવાહર રોડ, મસ્જિદ ચોક, રાજુલા જી. અમરેલી તથા (3) રવિ ગભરૂભાઈ ધાંધલ જાતે કાઠી દરબાર ઉવ. 20 રહે. ચામુંડાનગર, ચોટીલા જી. સુરેન્દ્રનગરને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન નંગ 2 તથા બોલેરો જીપ સહિતનો કુલ રૂ. 2,52,500/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

પકડાયેલા ત્રણેય આરોપીઓની લીંબડીના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.ડી.પરમાર, ખુમાનસિંહ વાળા તથા સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, ત્રણેય આરોપીઓએ આ ગુન્હામાં મુખ્ય સૂત્રધાર તળાજા અને ભાવનગર ખાતે રહેતા નદીમ ખોજા અને સમીર ખોજા હોવાની કબૂલાત કરી દીધી હતી અને આ ગુન્હામાં ચોટીલા ગામનો જયરાજ ભરતભાઇ કાઠી દરબાર પણ સંડોવાયેલો હોવાની કબૂલાત કરેલ હતી. આ ગુન્હો કરવામાં આર્થિક તમામ મદદ સમીર ખોજા તથા નદીમ ખોજા દ્વારા પુરી પાડવામાં આવેલ હતી અને જયરાજ કાઠી દ્વારા લોકલ વ્યવસ્થા કરવામાં આવેલ હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ હતી. પોલીસ પૂછપરછમાં શરૂઆતમાં પકડાયેલ ત્રણેય આરોપીઓ દ્વારા ગલ્લાતલ્લા કરેલ, પરંતુ પોલીસે ત્રીજું નેત્ર ખોલતા, ત્રણેય આરોપી દ્વારા પોપટની માફક બધી જ કબૂલાત કરી લીધી હતી.

પોલીસ પૂછપરછમાં ત્રણેય આરોપીઓ દ્વારા કબૂલાત કરવામાં આવેલ કે આરોપીઓ નદીમ ખોજા, સમીર ખોજા તથા પંચર કરવામાં એક્સપર્ટ એવો જીવણભાઈ વડોદરાથી પોતાના માણસો સાથે આઠ થી દશ વખત ચોટીલા ખાતે આવેલ હતા. વરસાદ પડતાં, ખેતરમાં રસ્તો બનાવી આપવા જણાવતા લોકલ જયરાજ તથા રવિ કાઠી દ્વારા ડમ્પર અને જેસીબીની વ્યવસ્થા કરવામાં આવેલ અને તે બાબતનો ખર્ચ આશરે અઢી લાખ રૂપિયા આંગડિયા મારફતે ચોટીલા મોકલાવેલ હતો.

ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી, ગુન્હામાં વધુ પુરાવાઓ મેળવવા પોલીસ રિમાન્ડ ઉપર મેળવવા વધુ તપાસ ચોટીલાના પીઆઇ પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY