લખનૌ,તા.૨૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. આજે લખનૌમાં ઉત્તરપ્રદેશ માટે ૬૦૦૦૦ કરોડ રુપિયાની વિવિધ યોજનાઓનો પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, ઉત્તરપ્રદેશ ગર્વનર રામનાઈક, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે સાથુ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા, ગૌતમ અડાણી પણ સામેલ થયા હતા.
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ટાર્ગેટ કરતા મોદીએ કહ્યું હતું કે જા દાનત સાફ હોય તો કોઈ પણ મોટુ કામ કરી શકાય છે. ગાંધીજીને દેશના વિકાસ માટે બિરલા પરિવાર સાથે ઉભા રહેવામાં સંકોચ નહોતો થયો. જે રીતે એક શ્રમિક, એક ખેડૂત અને આમ પ્રજાની દેશના વિકાસમાં ભાગીદારી હોય છે તેવી ઉદ્યોગપતિઓની પણ હોય છે.શું તેમને ચોર અને લૂંટારા કરીને અપમાનિત કરવા યોગ્ય છે
મોદીએ કહ્યું હતું કે ઉદ્યોગપતિઓની સાથે રહેવાનો વિરોધ કરનારા પડદા પાછળ તેમની સાથે મુલાકાતો કરતા હોય છે અને જાહેરમાં તેમનો વિરોધ કરતા હોય છે. ઉદ્યોગપતિઓનો સાથ જરુરી છે પણ જે ઉદ્યોગપતિઓ ખોટુ કરશે તેમને કાં તો દેશ છોડીને ભાગવુ પડશે અથવા તો જેલમાં જવુ પડશે.
પહેલાની સરકારમાં આવુ નહોતુ થતુ કારણકે આજે જેઓ વિરોધ કરી રહ્યા છે તે જ લોકો એવા ઉદ્યોગપતિઓને પડદા પાછળથી સપોર્ટ કરતા હતા.બધાને ખબર છે કે કયા લોકો કોના પ્રાઈવેટ પ્લેનમાં પરતા હોય છે. મોદીએ કહ્યું હતું કે મેં યુપીની જનતાને વચન આપ્યુ હતુ કે તેમના પ્રેમને હું વ્યાજ સહિત પાછો વાળીશ.આજે જે યોજનાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. તે આ જ વચનની એક કડી છે.આ પ્રોજેક્ટસ યુપીમાં આર્થિક અસંતુલન દુર કરશે.
દેશ હાલ જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે તે ૭૦ વર્ષના શાસનનું પરિણામ છે. આગામી વર્ષના માર્ચ મહિના સુધી દરેક ઘરો સુધી વિજળી પહોંચશે. ભારતને મોબાઈલ ઉત્પાદન હબ તરીકે ઓળખવામાં આવે છે. મોબાઈલ ઉત્પાદનના મામલે આપણે વિશ્વમાં બીજા નંબરે પહોંચી ગયા છીએ. વડાપ્રધાને વિકાસના અભાવ માટે પૂર્વવર્તી ગેર ભાજપ સરકારની નિંદા કરતા કહ્યું કે તેમની પાસે ઈચ્છાશક્તિ હતી નહીં અને તેમના ઈરાદાઓ પણ સ્પષ્ટ ન હતા.
અમે એવી વ્યવસ્થા ઉભી કરવા માંગીએ છે જેમાં કોઈની સાથે ભેદભાવ ના થાય અને તમામની સાથે સમાન વ્યવહાર થાય.નવી યોજનાઓથી યુપીમાં ૨ લાખ લોકોને રોજગારી મળશે.યુપીમાં આજે મોબાઈલ બનાવનારી ૫૦ ફેક્ટરીઓ છે.
પીએમ મોદીએ આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે અટલ બિહારી વાજપાઈ એવુ ભારત જાવા માગંતા હતા કે જ્યાં ગામડા અને શહેરો, કેન્દ્ર અને રાજ્ય તેમજ પ્રશાસન અને નાગરિક વચ્ચે ફર્કના હોય.
પીએમ મોદીએ કહ્યું હતું કે વીજળી ક્ષેત્રમાં થયેલા સુધારાના કારણે દેશના હજારો કરોડો રુપિયા બચ્યા છે.એલઈડી બલ્બના વિતરણથી ૩ વર્ષમાં વીજ બીલની રકમમાં ૫૦૦૦૦ કરોડની બચત થઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




