ચોટીલા તાલુકા ના આણંદપર ગામે જુગાર રમતા 6 શકુનીને પકડી પાડતી બામણબોર પોલીસ

0
105

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ.

જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા ચોટીલા તાલુકાના આણંદપુર ગામે નવાગામ જવાના રસ્તે વોંકળામા રેઇડ કરી, રોકડ રકમ રૂ. 23,730/- મોટર સાયકલ તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 86,230/- ના મુદ્દામાલ સાથે 06 આરોપીઓને પકડી પાડી, જુગાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. આર.આર.બંસલ, હે.કો. જયેશભાઈ, ગભરૂભાઇ, કનુભાઇ, દિલીપભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના આણંદપુર ગામે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (1) પ્રદીપભાઇ ફૂલશંકર મહેતા ઉવ. 36 રહે. આણંદપુર, (2) જીગો ઉર્ફે બાબલો જીગ્નેશભાઈ કાળુભાઈ ધોરાલિયા ઉવ. 25 રહે. આણંદપુર, (3) દિનેશભાઈ ભગવાનજીભાઈ ડાંગર તા.કોળી ઉવ.35 રહે. ભાડલા તા. જસદણ, (4) કમલેશભાઈ હિંમતભાઈ ધોરાજીયા ઉવ. 46 રહે. પરેવળા તા. જસદણ, (5) રમેશભાઈ નાથાભાઈ ધોરાલીયા ઉવ.40 રહે.આણંદપુર તથા (6) જયંતીભાઈ નાથાભાઈ ધોરલિયા ઉવ. 43 રહે. આણંદપુર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરને રોકડ રકમ રૂ. 23,730/- તથા મોબાઇલ ફોન નંગ 06 કિંમત રૂ. 7,500/- મોટર સાયકલ નંગ 03 કિંમત રૂ. 55,000/- તથા ગંજીપાના સહિતના કુલ રૂ. 86,230/- ના મુદ્દામાલ સાથે પકડીપાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ બામણબોર પોલીસ સ્ટેશનના પો.કો. દિલીપભાઈ હરિભાઈ એ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

વધુ તપાસ બામણબોર પોલીસ સ્ટેશનના પો. સ. ઈ. આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે…._

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY