- રાજપીપળા:
રાજ્યસભાના સાંસદ એહમદ પટેલ અને ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા ડેમમાંથી પાણી ન છોડાતા ખેડૂતો અને માછીમારોને નુકશાન જતી હોવાથી સમયાંતરે નર્મદા ડેમમાંથી પાણી છોડવા સરકારમાં રજુઆત કરી હતી. જેને પગલે ગુજરાત સરકારે નંદોદના કરજણ ડેમમાંથી ૩૦૦૦ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાનો નિર્ણય કર્યો હતો. તો સરકારના આ નિર્ણયનો નર્મદા જિલ્લાના આદીવાસી ખેડૂતોએ વિરોધ નોંધાવી ગુજરાતના સિંચાઈ મંત્રીને લેખિતમાં રજુઆત કરતો એક પત્ર નાંદોદ ધારાસભ્ય,જિલ્લા કલેકટર અને કરજણ જળાશયના કા.પા.ઇજનેરને આપ્યો હતો.
એમાં જણાવ્યું હતું કે કરજણ જળાશયમાંથી તેના કમાન્ડ વિસ્તારને પાણી આપવાને બદલે વધારાનું પાણી હોવાનું સમજી નર્મદા નદીમાં છોડવું એ ખોટું પગલુ છે.કરજણ જળાશય પર પહેલો હક્ક તેના કમાન્ડ વિસ્તારના ખેડૂતોનો છે.કરજણ જળાશયની કેનાલો રીપેર કરાવવા સરકાર આંખ આડા કાન કરતી હોવાથી ૧૫૦૦૦ હેકટરની જગ્યાએ ફક્ત ૯૦૦૦ હેકટર જમીનમાં સિંચાઇ થાય છે.કેનાલ રીપેર કરી આદિવાસી ખેડૂતોને પાણી આપવાને બદલે સરપલ્સ પાણીના બહાને આ વિસ્તારના ખેડૂતોના અધિકારનું પાણી નર્મદા નદીમાં છોડવું ગેરબંધારણીય છે.કરજણ જળાશયના જમણા કાંઠાના ૧૬ કિમીના અંતરે આવેલા ૧૩ ગામોના આદીવાસી ખેડૂતોને છેલ્લા ૨૫ વર્ષોથી સિંચાઈનું પાણી મળતું નથી.આ ગામોને ૩ મહિનામાં પાણી આપવાનું રાજ્યપાલનું કરારનામું છે, પાંચ પાંચ સિઝન વીતી ગઈ હોવા છતાં અધિકારીઓએ સિંચાઈનું પાણી પહોચાડ્યું નથી.આ તમામ પ્રશ્નો સત્વરે હલ કરવા વિનંતી કરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"