ગઈ તા. 18.06.2018 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામે ફરિયાદી બાબુભાઈ બિજલભાઈ આલ જાતે રબારી રહે. ચોકડી તા. ચુડા ઉપર ભાણેજડા ગામના આરોપી પ્રવીણભાઈ શંતુભાઈ માંજરિયા કાઠી દરબાર અવાર નવાર પોતાના ઘર પાસેથી ફૂલ સ્પીડ માં વાહન ચાલવી નીકળતો હોય, ઠપકો આપતા, તેની દાઝ રાખી, આરોપી એ પોતાની અલ્ટો કાર ફરિયાદી ઉપર પાછળ થી ચડાવી દઈ, મારી નાખવાની કોશિશ કરેલ, જેમાં ફરિયાદી બાબુભાઈ બિજલભાઇ રબારીને પગમાં ફ્રેકચર ઇજા થયેલ હતી. આ બાબતે ફરિયાદી બાબુભાઈ બીજલભાઈ આલ એ ચુડા પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિશ નો ગુન્હો નોંધાવેલ હતો. જેની તપાસ ચુડા પીએસઆઇ મયુરસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી…._
ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા આ ગુન્હાની તપાસ ઉંડાણપૂર્વક કરવા તથા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે સુચનાઓ* કરવામાં આવેલ હતી…._
જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી ની સૂચના* આધારે લીંબડી ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ચુડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ મયુરસિંહ જાડેજા, એસ. ઓ.જી. ના પીએસઆઇ એસ.બી.સોલંકી, સાયલા પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા તથા સ્ટાફના હે.કો. પ્રકાશભાઈ ભરવાડ, નંદલાલ, શિવરાજસિંહ, સહિતના સ્ટાફની જુદી જુદી ટીમો દ્વારા ટેકનિકલ સોર્સ દ્વારા મળેલ માહિતી આધારે *આરોપી પ્રવીણભાઈ શાંતુભાઈ માજરિયા જાતે કાઠી દરબાર ઉવ. 23 રહે. ભાણેજડા તા. ચુડા મૂળ રહે. નડાલા તા. સાયલાને સાયલા સુદામડા રોડ ઉપરથી રાઉન્ડ અપ કરી, પકડી પાડી, ધરપકડ* કરવામાં આવેલ છે…._
પકડાયેલ આરોપી પ્રવીણભાઈ શાંતુભાઈ માજરિયા જાતે કાઠી દરબારની પૂછપરછ કરતાં, પોતાને ફરિયાદી તથા બીજા લાકડીઓ લઇને મારવા આડા આવતા, પોતે કાર ઝડપથી લઇને નીકળવા જતા ફરિયાદી અડફેટે આવી જતાં ઇજા થયેલાં ની કબુલાત કરવામાં આવેલ હતી…_
ચુડા પોલીસ દ્વારા પકડાયેલ આરોપીએ ગુન્હામાં વાપરેલ અલ્ટો કાર કબજે કરવામાં આવેલ છે. વધુ તપાસ ચુડા પીએસઆઇ મયુરસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે…
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર
મો. 98255 91366
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




