ન્યુ દિલ્હી,તા.૨૨
પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના એક નિવેદનનું સમર્થન કર્યું છે. તાજેતરમાં ગુલામ નબી આઝાદે કÌš હતુ કે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારની સૈન્યશક્તિની નીતિ સામાન્ય લોકો વિરુદ્ધ કામ કરી રહી છે. કારણ કે ચાર આતંકવાદોને મારવાના ચક્કરમાં વીસ નાગરીકો મરી રહ્યા છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે આવી કાર્યવાહી નાગરિકોની વિરુદ્ધ વધારે છે અને આતંકવાદીઓની વિરુદ્ધ ઓછી.. જેવું કે ઉદાહરણ છે.. પુલવામામાં ૧૩ નાગરિકો માર્યા ગયા અને માત્ર એક આતંકી ઠાર થયો.
આતંકવાદી સંગઠન લશકરે તૈયબાના પ્રવક્તા મોહમ્મદ શાહે કÌš છે કે કાશ્મીરમાં રાજ્યપાલ શાસનમાં હજારો લોકોનો હત્યાકાંડ થશે. લશ્કરે તૈયબાએ એક પ્રેસ રિલિઝમાં કÌš છે કે શરૂઆતથી જ તેનો અભિપ્રાય ગુલામ નબી આઝાદ જેવો જ રહ્યો છે. હિંદુસ્તાન કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવીને ફરીથી જગમોહન યુગની શરૂઆત કરાવવા ચાહે છે અને નિર્દોષોની કત્લેઆમ કરવા ચાહે છે. લશ્કરે તૈયબાની પ્રેસ રિલિઝમાં ખોટો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જમ્મુ-કાશ્મીરમાં આઠ લાખ સૈનિકો જુલ્મ ગુજારી રહ્યા છે. ત્યાં જનતાને સેના કચડી રહી છે. પરંતુ જનતાએ ઓપરેશન ઓલ આઉટને નિષ્ફળ બનાવ્યા છે.
યુદ્ધવિરામ માત્ર ડ્રામા હતો. યુદ્ધવિરામનો અમન-ચેન સાથે કોઈ સંબંધ ન હતો. પરંતુ આમા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના પ્રવક્તા મોહમ્મદ શાહે કÌš છે કે કાશ્મીરમાં આઝાદીની લડાઈને કચડવામાં નાકામ રહેલું ભારત હતાશ છે. શુજાત બુખારીની હત્યાએ સેનાની ગંદી સાજિશનો પર્દાફાશ કર્યો હોવાનો હાસ્યાસ્પદ દાવો પણ લશ્કરે તૈયબાના પ્રવક્તા મોહમ્મદ શાહે કર્યો છે. લશ્કરે તૈયબાએ ક્હ્યુ છે કે હિંદુસ્તાન સમર્થક કેટલાક નેતાઓ કાશ્મીરમાં જંગી અપરાધની વાત તો કરે છે. પરંતુ પોતાના સ્વાર્થી રાજકીય એજન્ડા દ્વારા કાશ્મીરીઓને ક્યાં સુધી ગુલામીમાં ધકેલી રહ્યા છે તે જગજાહેર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




