બોડેલીના વિવિધ વિસ્તારોમાં લોવોલ્ટેજના કારણે થતી પરેશાનીઓથી કંટાળી લોકોનો વિજકચેરી પર હલ્લો..

0
14

બોડેલીના વિવિધ વિસ્તારોમાં લોવોલ્ટેજથી મળી રહેલા વીજ પુરવઠાને લીધે વીજ ઉપકરણોને ભારે નુકશાન પહોંચતા રોષે ભરાયેલા કુંભારવાડાના રહીશો રાત્રે વીજ કચેરી પહોંચીને હલ્લો બોલાવ્યો હતો જેથી લોકોનો રોષ પારખીને સપ્તાહમાં વીજ સમસ્યા દૂર કરવાની અધિકારીએ ખાતરી આપી હતી. 

લો વોલ્ટેજની સમસ્યાથી ત્રાસેલા રવિ શંકર રોડ અને કુંભાર વાડાના રહીશો રાત્રે મોટી સંખ્યામાં વીજ કચેરીએ ગયા હતા અને તેમનો મિજાજ પારખીને વીજ અધિકારી એ તેમની સાથે વાર્તાલાપ કરીને સમસ્યા જાણી હતી અને સપ્તાહમાં પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપતા લોકો ગયા હતા.
ઉલ્લેખનીય છે કે બોડેલીના કુંભારવાડા, રવિશંકર રોડ, કેસરબા સોસાયટી સહિતની સોસાયટીઓ, અલીપુરા ની જનકલ્યાણ સોસાયટી સહિતના વિસ્તારોમાં લો વોલ્ટેજની સમસ્યા ઘણા સમયથી લોકો ભોગવી રહ્યા છે.
અસહ્ય ગરમીમાં પંખા, કુલર અને એસીનો ઉપયોગ ખૂબ વધ્યો છે ત્યારે લો વોલ્ટેજને લીધે પંખા ધીમા ફરે છે, એસી ઉપડતા નથી. આવા સંજોગોમાં વીજ ઉપકરણો પણ ઊડી જવાના બનાવ બન્યા છે.
બોડેલીની આ સમસ્યાની જાણ વીજ અધિકારીને કરવા છતાં ગંભીરતાથી લીધી નથી. તેથી આખ્ખો ઉનાળો બોડેલીની પ્રજાએ લો વોલ્ટેજની સમસ્યાથી મુશ્કેલી ભોગવી રહ્યા છે.
પ્રશ્ન હલ નહીં થાય તો પરિવાર સાથે વીજ કચેરી જઈ આંદોલન કરીશું
બોડેલીના કુંભારવાડા અને રવિ શંકર રોડ પર લો વોલ્ટેજની સમસ્યા છતાં કોઈ નિરાકરણ ન આવતા જુઆત કરવા જવું પડ્યું અને સપ્તાહનો સમય આપ્યો છે ત્યાર પછી પ્રશ્ન હલ નહિ થાય તો પરિવાર સાથે વીજ કચેરી જઈને આંદોલન કરીશું.
લો વોલ્ટેજની સમસ્યાથી ત્રસ્ત કુંભારવાડાના રહીશો રાત્રે વીજ કચેરી પહોંચીને હલ્લો બોલાવ્યો હતો.

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY