વકિલ પતિએ પત્નીને છૂટાછેડા આપી ભરણપોષણની રકમમાં ૨૪ હજારના સિક્કા આપ્યા!

0
5

ચંડીગઢ,તા.૨૫
ચંદીગઢની એક કોર્ટમાં એક રમુજી ડ્રામાં જાવા મળ્યું હતું. એક વ્યકિતએ તેની પૂર્વ પત્નીને ભરણ પોષણનાં માટે ૨૪૬૦૦ રૂપિયાની કિંમતનાં એક અને બે રૂપિયાનાં સિક્કા સ્વરૂપે આપ્યા હતા. આ સિક્કા ગણવામાં સમગ્ર દિવસ નીકળી ગયો હતો અને કોર્ટની કાર્યવાહીને મોકૂફ કરવી પડી હતી. મહિલાનો પૂર્વ પતિ પંજાબ અને હરિયાણાની કોર્ટમાં વકિલ છે.
જાણવા મળ્યું છે કે પત્નીને ભરણપોષણ આપવા માટે વકિલ પતિએ બેગ ભરીને સિક્કા લઈ આવ્યો હતો. આટલા બધા સિક્કા જાઈને પત્નીનો પારો ચઢી ગયો હતો. પત્નીએ જણાવ્યું કે, આ મને ત્રાસ આપવાનો અને હેરાન કરવાનો એક નવો માર્ગ છે. આ કાયદોનો ભંગ છે. નોંધનીય છે કે આ દંપત્તિએ વર્ષ ૨૦૧૫માં તલાક માટે અરજી કરી હતી.
કોર્ટે વકિલ પતિને દર મહિને ૨૫ હજાર રૂપિયા ભરણ પોષણ તરીકે આપવાનો આદેશ કર્યો હતો. પરંતુ પતિએ ભરણ પોષણ આપ્યો નહતો. ત્યારબાદ મહિલાએ ફરીથી કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે પતિને બે મહિનાનાં ભરણ પોષણ સ્વરૂપે ૫૦ હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો. પતિએ દલિલ કરી હતી કે તેની પાસે નાણાં નથી પરંતુ મહિલાએ તેને નકારી કાઢી હતી. મહિલાએ જણાવ્યું કે તેનો પતિ એક વકિલ છે, તે પાસે મોટા કલાઇન્ટ છે. અને તેમના નામ પર ઘણી સંપત્તિઓ છે. પ્રથમતો ઘણી સુનવાણી બાદ તેમણે પૈસા આપ્યા છે અને તે પણ સિક્કાનાં સ્વરૂપે. હું આ સિક્કાનું શું કરીશ કોઈ બેંક આ સિક્કાને સ્વીકારશે નહી.
મહિલાનાં પતિએ પોતાની વાતને સાચી ગણાવતા કહ્યું કે, આવું ક્્યાંય પણ લખવામાં આવ્યું નથી લખ્યું કે નાણાં રૂ. ૧૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નોટ સ્વરૂપે જ આપવામાં આવે. મેં મારા ત્રણ જુનિયરને આ રકમ ગણવા માટે આપી હતી. એડિશનલ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ રજનીશ શર્માએ નાણાંની ગણતરી કરવાનું કહ્યું અને આ કેસને જુલાઈ ૨૭ સુધી મોકૂફ રાખ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY