ટેક્સાસ,તા.૩૦
અમેરિકામાં લેસ્બિયન કપલે એક પછી એક બન્નેએ પોતાના ગર્ભમાં બાળકને ઉછેરીને જન્મ આપી મેડિકલ સાયન્સ ક્ષેત્રે એક નવો જ દાખલો પુરો પાડ્યો છે લગભગ આ વિશ્વમાં પ્રથમ વખત બન્યું છે કે, એક જ બાળકને બે મહિલાઓના ગર્ભમાં ઉછેરાયું હોય. આ કપલે બાળકના જન્મ માટે આઇવીએફ ટ્રીટમેન્ટની મદદ લીધી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ટેક્સાસના રહેવાસી એશ્લે અને બ્લિસ કોલ્ટરે આ માટે ૮૫૦૦ ડોલરનો ખર્ચ કર્યો છે. ગર્ભ ધારણ કરવા માટે એગ બ્લિસ (૩૬)નું લેવાયું હતું અને તેને લેબોરેટરીમાં ડોનરના સ્પર્મ સાથે ફર્ટીલાઈઝ કરાયું હતું.
ત્યારબાદ ભ્રૂણ બ્લિસના ગર્ભમાં નખાયું હતું. પરંતુ બ્લિસ તેના ગર્ભમાં બાળકને રાખવા માંગતી નહતી તેથી ભ્રૂણને બ્લિસ ગર્ભમાંથી કાઢીને એશ્લેના ગર્ભમાં રાખવામાં આવ્યું હતું. આ વર્ષે જૂનમાં એશ્લેએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.
આ બન્નેની મુલાકાત ૬ વર્ષ પહેલા થઇ હતી અને તેમણે જૂન ૨૦૧૫માં લગ્ન કર્યા હતા. પરંતુ લેસ્બિયન હોવાને કારણે તેઓ પ્રેગનેન્ટ થઇ શકતા નહતા તેથી તેમણે આઇવીએફ ટેકિનકની મદદ લીધી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



