સીઆઈએસસીઈએ ધો.૯-૧૧ની પરીક્ષા બોર્ડ લેશે તેવો નિર્ણય પડતો મૂક્યો

0
18

અમદાવાદ,તા.૨૨
સીઆઇએસસીઇ (કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટીફિકેટ એકઝામિનેશન) બોર્ડ ધોરણ ૯ અને ૧૧ની પરીક્ષા બોર્ડ પોતે જ લેશે તેવો જાહેર કરેલો નિર્ણય ગણતરીના દિવસોમાં જ પડતો મૂકવો પડ્યો છે.
ર૪ જુલાઇના રોજ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરાયો હતો કે સીઆઇએસસીઇની માન્યતા ધરાવતી તમામ શાળાઓનાં ધોરણ-૯ અને ૧૧ની પરીક્ષા બોર્ડ લેશે પરંતુ ફરી બોર્ડ આખરી સરક્યુલર જાહેર કર્યો છે કે આ પરીક્ષા પહેલાની જેમ જ સ્કૂલો દ્વારા જ લેવાશે.
પરીક્ષા માટેની આખરી તૈયારી પૂરી ન થતાં આ નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે. બોર્ડની પરીક્ષા માટેના પ્રશ્નપત્રો ઇન્ટિગ્રેટેડ ફોર્મમાં સ્કૂલમાં પહોંચાડવા તેના માટેના સોફટવેર અને ટેક્નિકલ મુદ્દાઓની જે જરૂરિયાત છે તે સમયસર પૂરી થઇ ન થતાં તે હવે જ્યારે તૈયાર થશે અને બોર્ડ તેની ચકાસણી કરશે ત્યાર બાદ જ તેનો અમલ થશે તેથી આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૯-ર૦માં તેની અમલવારી થશે.
હાલ પૂરતી આ સત્રની પરીક્ષા લેવાની જવાબદારી જે તે સ્કૂલને આપવામાં આવી છે. અગાઉ બોર્ડ દ્વારા આ પરીક્ષાનું શેડ્યૂલ પણ જાહેર કરી દેવાયું હતું. પરીક્ષા નવેમ્બર ર૦૧૮ અને ફેબ્રુઆરી ર૦૧૯માં લેવાની હતી હવે બોર્ડ દ્વારા પરીક્ષા બાબતે જ્યાં સુધી નવો સરક્યુલર જાહેર ન થાય ત્યાં સુધી બંને પરીક્ષાઓ શાળા કક્ષાએ લેવાશે.
બોર્ડે પણ જાહેર કર્યું છે કે હવે પછીની સત્રાંત પરીક્ષાઓ બોર્ડ વર્ષ ર૦૧૯-ર૦માં લેશે. તેના માટેનું કામચલાઉ શેડ્યૂલ ૪થી રપ નવેમ્બર ર૦૧૯ અને ૧૦ ફેબ્રુઆરીથી ૪ માર્ચ ર૦ર૦ રહેશે. મોટાભાગની શાળાઓએ બોર્ડના શેડ્યૂલને ધ્યાને રાખીને જ કોર્સ ચલાવ્યા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY