આધેડની લાશ શોધવા માટે પૂર્વ ધારાસભ્ય હિરા સોલંકી પાણીમાં કૂદી ગયા

0
40


રાજુલા,તા.૨૨
રાજુલા નજીક આવેલા પીપાવાવ પોર્ટ ફોરવે માર્ગ લોજીક પાર્ક પાસે પાણીની ખાડી નજીક દરરોજ અહીં આસપાસના ખેડૂતો માલઢોર ચરાવતા હોય છે. ત્યારે રામપરા ગામના ખેડૂત માણસુરભાઇ રામભાઇ વાઘ (ઉં. ૫૨) મંગળવારે સાંજે અહીં ઢોર ચરાવતા હતા. તેમનું ૧ પશુ અહીં પાણીની સામેની બાજુમાં જતા તેમને લેવા માટે તે કેટલાક લોકોને કહીને ગયા પરંતુ આ પાણીની ખાડીમાંથી ધીમે ધીમે પસાર થયા અને ઊંડું આવી જતા તણાયા હતા અને ડૂબી ગયા હતા. બાદમાં રાતે ૯ વાગે રાજ્યના પૂર્વ સંસદીય અને ધારાસભ્ય હિરાભાઇ સોલંકીને જાણ થતા દોડી આવ્યા હતા અને ગંદા પાણીમાં શોધખોળ માટે છલાંગ લગાવી હતી.
સાથોસાથ ફાયર બ્રિગેડના જવાનોએ બોટ દ્વારા શોધખોળ હાથ ધરી હતી. તેમજ પીપાવાવ મરીન પોલીસ પણ દોડી આવી હતી. હિરાભાઇ સોલંકી જ્યારે ગંદા પાણીમાં શોધખોળ માટે કુદ્યા હતા ત્યારે પાણીમાં બાવળના કાંટા પણ હતા. ખાડીના પાણીમાં શોધખોળ કરવા છતાં માણસુરભાઇની લાશ ૧૦ વાગ્યા સુધીમાં મળી આવી નહોતી. બાદમાં સ્થાનિક લોકોએ જાળ બાંધી પાણીમાં ગયા ત્યારે ૧૧ વાગે માણસુરભાઇની લાશ મળી આવી હતી. બાદમાં મૃતકની લાશને પીએમ માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY