વન સપ્તાહના અને ગોલ્ડન જ્યુબિલીના ભાગ રૂપે સીઆઈએસએફ દ્રારા ૧૦૫૦ વૃક્ષોનું રોપણ કરાયું.

0
61

સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ ( સીઆઈએસએફ )ના જે.જી.જી.પી.પી, ઝનોર યુનિટ ના જવાનો દ્રારા રાષ્ટ્રીય સંપત્તિની સુરક્ષાના પચાસ વર્ષની ઉજવણી ના ભાગરૂપે અને તારીખ ૧/૭/૧૮ થી ૭/૭/૧૮ ના વન સપ્તાહના ભાગ રૂપે ઝનોર ગામમાં આવેલ શ્રી માં અરવિંદ વિદ્યા મંદિર શાળા ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.

અખાય ભારતમાં સરકારી ઔદ્યોગિક એકમોને સુરક્ષા પુરી પાડતી સી.આઈ.એસ.એફ દ્રારા તેમની સ્થાપના ૫૦ વર્ષ પૂર્ણ થતાં હોય તેવો દ્રારા તેની ઉજવણી ના ભાગ રૂપે અલગ અલગ કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના અંતર્ગત વન મહોત્સવને અનુલક્ષી ને આજ રોજ ઝનોર ગામમાં આવેલ શ્રી માં અરવિંદ વિદ્યા મંદિર શાળામાં અને સી.આઈ.એસ.એફ કોલોનીમાં જવાનો,શાળાના બાળકો તથા શીક્ષકોના વરદ હસ્તે કુલ ૧૦૫૦ વૃક્ષોનું વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સી.આઈ.એસ.એફ ના ડેપ્યુટી કમાનડેન્ટ રોહિત ચેતરી એજયુકેશનના યોગેન્દ્ર.સી. વાસીયા,શાળાના પ્રિન્સિપાલ કલ્પના પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહયા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY